GSTV

મોંઘવારીનો માર / ખાદ્ય તેલના ભાવ પર નિયંત્રણ સરકારનું મોટું પગલું, આ તારીખ સુધી વેપારીઓ માટે નક્કી કરાઈ સ્ટોકની મર્યાદા

edible oil

Last Updated on October 11, 2021 by Pritesh Mehta

ઘરેલુ બજારમા વધતા ભાવ અટકાવવા અને ગ્રાહકોને રાહત આપવા માટ કેન્દ્ર સરકારે ખાદ્ય તેલો અને તેલિબિયાના વેપારીઓ પર ૩૧માર્ચ સુધી સ્ટોકની મર્યાદા નક્કી કરી દીધી છે. જો કે આાયતકારો અને નિકાસકારોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

તેલ

ઉલ્લેખનીય છે કે આઠ ઓક્ટોબરથી એનસીડીએક્સ(નેશનલ કોમોડિટી એક્સચેન્જ) પર મસ્ટર્ડ ઓઇના ફ્યુચર ટ્રેડિંગ પર પ્રતિબૅંધ મૂકી દેવામાં આવ્યો છે. સરકારી આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં ડોમેસ્ટિક રીટેલ બજારમાં ખાદ્ય તેલના ભાવમાં ૪૬.૧૫ ટકાનો વધારો થયો છે.

ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના નિર્ણયથી ડોમેસ્ટિક બજારમાં ખાદ્ય તેલના ભાવ ઘટશે અને તેનાથી દેશના ગ્રાહકોને રાહત મળશે. તમામ રાજ્યોને જારી કરવામાં આવેલા આદેશ અનુસાર રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપલબ્ધ સ્ટોક અને ગ્રાહકોના વલણને ધ્યાનમાં રાખીને ખાદ્ય તેલો અને તેલિબિયાની સ્ટોક મર્યાદા અંગે નિર્ણય લેશે. જો કે કેટલાક આયાતકારો અને નિકાસકારોને સ્ટોક લિમિટમાંથી મુક્તિ આપવામાં આવી છે.

OIL

ઉલ્લેખનીય છે કે ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર ૯ ઓકેટોબરના રોજ સોયા ઓઇલનો સરેરાશ રીટેલ ભાવ ૧૫૪.૯૫ રૃપિયા હતો. છેલ્લા એક વર્ષમાં સોયા ઓઇલના ભાવમાં ૪૬.૧૫ ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ તેનો ભાવ ૧૦૬ રૃપિયા હતો.

તેવી જ રીતે સરસવના તેલમાં ૪૩ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે સરસવના તેલનો ભાવ  ૧૨૯.૧૯ હતો જે વધીને ૧૮૪.૪૩ રૃપિયા થઇ ગયો છે. તેવી જ રીતે વનસ્પતિ ઓઇલના ભાવમાં ૩૮.૪૮ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે વનસ્પતિ ઓઇલનો ભાવ ૯૫.૫ રૃપિયા હતો જે વધીને ૧૩૬.૭૪ રૃપિયા થઇ ગયો છે.

૯ ઓક્ટોબરના રોજ સનફલાવર ઓઇલનો સરેરાશ રીટેલ ભાવ ૧૭૦.૦૯ રૃપિયા હતો. છેલ્લા એક વર્ષમાં સનફ્લાવર આઇલના ભાવમાં ૩૮.૪૮ ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ તેનો ભાવ ૧૨૨.૮૨ રૃપિયા હતો. જ્યારે પામ ઓઇલનો ભાવ ગયા વર્ષે ૯૫.૬૮ રૃપિયા હતો જે વધીને ૧૩૨.૦૬ રૃપિયા થઇ ગયો છે. એટલે કે છેલ્લા એક વર્ષમાં ૩૮ ટકાનો વધારો થયો છે. ભારતને ખાદ્ય તેલની કુલ જરૃરિયાત પૈકી ૬૦ ટકા ખાદ્ય તેલની આયાત કરવી પડે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

BIG BREAKING: મોટી દુર્ઘટના/ લખીમપુર, જશપુર અને હવે ભોપાલ, દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર ચડાવી દીધી કાર

pratik shah

ઠાકરેને ભાજપનો વળતો જવાબ, કહ્યું- કેન્દ્ર સરકારે એજન્સીઓનો દુરપયોગ કર્યો હોત તો તમારા અડધા મંત્રીઓ જેલમાં હોત

Damini Patel

આઉટ ઓફ કંટ્રોલ ઇંધણના ભાવ! આજે ફરી થયું પેટ્રોલ-ડીઝલ મોંઘુ, જાણો લેટેસ્ટ અપડેટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!