GSTV
Gujarat Government Advertisement

શેરબજારમાં તેજી/ સેન્સેક્સે બનાવ્યો નવો રેકોર્ડ : નિફ્ટી પણ 15835ની સપાટીએ પહોંચી, રોકાણકારોને બખ્ખાં

શેરબજાર

Last Updated on June 11, 2021 by Bansari

શેરબજારની આજે રેકોર્ડબ્રેક શરુઆત થઇ છે. સેંસેક્સ આજે તમામ રેકોર્ડ તોડીને એક નવી ઉંચાઇએ પહોંચ્યો છે. આજે દિવસના શરુઆતના વેપારમાં સેંસેકસ 52626 પર પહોંચ્યો છે. વૈશ્વિક માર્કેટમાં મળેલા મજબૂત સંકેતોના કારણે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે શેર બજાર એક નવી ઉંચાઇ પર ખુલ્યું હતું. સેંસેક્સની સાથે આ તરફ નિફ્ટી પણ 15835ની સપાટીએ પહોંચી છે.

સેંસેક્સના રેકોર્ડ

  • 12 જાન્યુઆરીએ સેંસેક્સ 49569.14 પર પહોંચ્યો
  • 21 જાન્યુઆરીએ સેંસેક્સ ઐતિહાસિક 50,184.01ના ઓલટાઇમ હાઇ સ્તર પર પહોંચ્યો
  • 5 ફેબ્રુઆરીએ સેંસેક્સ 51073ના નવા સ્તર પર પહોંચ્યો
  • 8 ફેબ્રુઆરીએ સેંસેક્સ 51409.36ની નવી સપાટી પર પહોંચ્યો
  • 9 ફેબ્રુઆરીએ 51835.86નો રેકોર્ડ બનાવ્યો
  • 16 ફેબ્રુઆરીએ સેંસેક્સ 52516.76 પર પહોંચ્યો
  • 11 જુને સેંસેક્સ રેકોર્ડબ્રેક 52600ની સપાટી પર પહોંચ્યો
શેરબજાર

રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ, ઇંફોસિસ અને એચડેફસીના શેરોમાં તેજીના પગલે સેંસેક્સ 52626.64ના રેકોર્ડબ્રેક સ્તર પર પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી 2021 બાદ આજે સેંસેક્સ રેકોર્ડ સ્તર પર ગયો છે. બજારમાં તેજીના કારણે રોકાણકારોને ઘણો ફાયદો થયો છે. તેમની સંપતિમાં અમુક કલાકની અંદર જ એક લાખ કરોડ કરતા વધારે રકમનો વધારો થયો છે.

શમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થવા લાગતાં અને વેક્સિનેશન ઝડપી બનતાં અને લોકડાઉનમાંથી દેશ બહાર આવી રહ્યો હોવા સાથે હવે ચોમાસાની ધમાકેદાર શરૂઆત અને ચાલુ વર્ષે ચોમાસું દેશમાં સફળ રહેવાની હવામાન ખાતાની આગાહીને લઈ ભારતીય શેર બજારોમાં ફંડોએ ઘટાડે શોર્ટ કવરિંગની તેજી કરી હતી. ફંડોએ ગઈકાલે ધબડકો બોલાવી દેવા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓલ રાઉન્ડ મોટાપાયે ઓફલોડિંગ કર્યા બાદ આજે ઈન્ડેક્સ બેઝડ ઘટાડો છેતરામણું શોર્ટ કવરિંગ કર્યું હતું.

શેરબજાર

આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોના ભાવો ઉછાળે વધ્યામથાળે શેરોમાં પ્રોફિટ બુકિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. ચોમાસું સફળ રહેવાના અંદાજો અને એના થકી દેશમાં ફરી ગ્રામીણ માંગ નીકળવાની અપેક્ષા અને ઓટોમોબાઈલ ક્ષેત્રે વાહનોની ખરીદી વધવાના અંદાજો સાથે ધિરાણ માંગ પણ વધવાના અંદાજો વચ્ચે આજે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, પાવર-કેપિટલ ગુડઝ, હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ, આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં તેજી થઈ હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નરોડામાં મોબાઈલ ટાવર ઉપર ચડેલાં યુવાનને બે કલાકની મહેનત બાદ ફાયર વિભાગેબચાવી લીધો

pratik shah

ઓ બાપ રે! સીતાનો રોલ કરવા માટે આલિયા ભટ્ટે લીધી આટલી તગડી ફી! તૂટી જશે તમામ રેકોર્ડ

Bansari

યુવતીએ કોન્સ્ટેબલ પર લગાવ્યા અશ્લીલ મેસેજ મોકલવાના આરોપ, SPએ કહ્યું, WhatsApp ચલાવવું જરૂરી છે ?

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!