GSTV

આઈએનએસ વિશાખાપટ્ટનમ યુદ્ધ જહાજ પછી વધુ એક સબમરીન ભારતીય નેવીમાં થશે સામેલ, સમુદ્રમાં વધશે તાકાત

આઈએનએસ

Last Updated on November 24, 2021 by Zainul Ansari

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે ભારતીય નેવીને આઈએનએસ વિશાખાપટ્ટનમ યુદ્ધ જહાજ સોંપ્યું હતુ. ત્યારે હવે સ્ટીલ્થ સબમરીન આઈએનએસ વેલા પણ નેવીમાં સામેલ થવા માટે તૈયાર છે.

આઈએનએસ

ગુરૂવારે ભારતીય નેવીના પ્રમુખ એડમિરલ કબીર સિંહના હસ્તે આઈએનએસ વેલાને ભારતીય નેવીના કાફલામાં સામેલ કરવામાં આવશે. કલવરી ક્લાસની આ ચોથી સબમરીનને મુંબઈના મઝગાંવ ડોકયાર્ડમાં બનાવવામાં આવી છે. આ અગાઉ આઈએનએસ કલવરી, આઈએનએસ ખંડેરી અને આઈએનએસ કરંજ ભારતીય નેવીના કાફલામાં સામેલ થઈ છે.

આ તમામ સબમરીન ફ્રાન્સીસી સ્કોર્પીન ક્લાસ સબમરીનની ટેક્નિક પર બનાવવામાં આવી છે અને દુનિયાના ઉત્કૃષ્ટ સબમરીનામાં સામેલ છે. ભારતીય નેવીમાં હાલ કુલ 16 સબમરીન છે જેમાં સ્વદેશી ન્યૂક્લિયર સબમરીન આઈએનએસ અરિહંત ઉપરાંત 4 શિશુમાર ક્લાસ અને 8 સિંધુ ક્લાસની સબમરીન છે. સ્વદેશમાં બનેલા કલવરી ક્લાસની 3 સબમરીન પણ નેવીમાં સામેલ થઈ છે.

Read Also

Related posts

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Pravin Makwana

કાર ખરીદવાનું બજેટ ઓછુ હોય તો આ સમાચાર છે તમારા માટે, 5-6 લાખ રૂપિયામાં આ 6 ધાંસૂ હેચબેક છે ઓપ્શન

Bansari

ટીચર સામે રડતા રડતા બોલ્યો બાળક – ‘ પપ્પા પુસ્તક નથી ખરીદી આપતા, દારૂ પર ખર્ચી નાખે છે પૈસા’

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!