રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજથી ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાની કવાયત હાથ ધરી રહ્યા છે. ભાજપના નીરિક્ષકો સ્થાનિક આગેવાનો અને ટિકિટવાંછુકોને મળીને સેન્સ લેશે.આજે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારોમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઇ રહી છે. ટિકિટ વાંછુકો માટે ભાજપે નિયમો બનાવ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજથી ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાની કવાયત હાથ ધરી
જેમાં સ્થાનિક અને જૂના કાર્યકરોને પ્રાધાન્ય આપવાનો નિર્ણય કરાયો છે. રામમંદિર નિર્માણ નિધિમાં કરેલા સહયોગની વિગતો પણ દાવેદારોએ આપવાની રહેશે. આ અગાઉ વર્ષ 2018માં સમર્પણ નિધિમાં કરેલા સહયોગની પણ વિગતો આપવાની રહેશે.કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી કેટલા લોકોને લાભ અપાવ્યો તેની પણ વિગતો ટિકિટવાંચ્છુઓએ આપવાની રહેશે. પોતાના બુથમાં પેજ પ્રમુખો અને પેજસમિતિઓનું કામ કેટલું પૂર્ણ કર્યું તે પણ જણાવવાનું રહેશે. આ ઉપરાંત દાવેદારની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધતા કેટલી છે તેની પણ વિગતો મંગવાઈ છે.
સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે પણ ઉમેદવારોની પસંદગીને લઇને નિરીક્ષકોએ સેન્સ લેવાની પ્રક્રિયા શર કરી છે. મહાપાલિકાની 120 બેઠક માટે અત્યાર સુધી 2700થી વધુ ફોર્મ વહેંચાયા, કુલ 7 જેટલા સ્થળો.પર નિરીક્ષકોએ સેન્સ લેવાની કવાયત કરી છે. બે દિવસ દરમિયાન આ કવાયત ચાલશે. નિરીક્ષકોમાં યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ સહિતના લોકોને કરાયા સમાવિષ્ટ, કુલ 30 વોર્ડ માટે 21 નિરીક્ષકો સેન્સ લેવાની પ્રક્રિયા કરશે. આજે અને આવતીકાલે એમ બે દિવસ નિરીક્ષકોની ટિમ દાવેદારોને અલગ અલગ ઝોનમાં સાંભળશે.

જામનગરમાં પણ ત્રણ અલગ અલગ જગ્યાએ સેન્સ પ્રક્રિયાની કવાયત હાથ ધરાઇ રહી છે. કુલ 16 વોર્ડના 64 ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા થઇ રહી છે. અત્યાર સુધીમાં 64 બેઠકો માટે 500થી વધુ દાવેદારો ચૂંટણી લડવા તૈયાર થયા છે. 50 ટકા મહિલા અનામત હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓએ દાવેદારી નોંધાવી છે. જામનગરમાં વોર્ડ નંબર 1 થી 6 માટે શહેર કાર્યાલય પર વોર્ડ 7 થી 11 માટે જીલ્લા કાર્યાલયમાં..વોર્ડ નંબર 12 થી 16 માટે કુંવરબાઈ ધર્મશાળામાં નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની કવાયત હાથ ધરાઇ રહી છે. મહત્વનુ છે કે જામનગર મહાનગરપાલિકામા છેલ્લા પાંચ ટર્મથી ભાજપનુ શાસન છે.
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય