GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

Video: હવામાં ઉછળીને એક હાથે સ્ટીવ સ્મિથે કર્યો ‘સુપર કેચ’, જોતો જ રહી ગયો કેન વિલિયમસન

પર્થમાં રમાઇ રહેલી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના બીજા દિવસો ઓસ્ટ્રેલિયાનું પલડુ ભારે રહ્યું. ઓસ્ટ્રેલિયાએ આ લીડમાં પેસર બોલર મિચેલ સ્ટાર્કનું ઘણું યોગદાન રહ્યું. પરંતુ આ મેચની સૌથી રોમાંચક અને યાદગાર પળ એ હતી જ્યારે સ્ટીવ સ્મિથે હવામાં ઉડીને એક હાથે સુપર કેચ પકડ્યો.

ન્યૂઝીલેન્ડના બેટ્સમેન સારી શરૂઆત ન કરી શક્યા. 1 રન પર જ બંને બેટ્સમેનોએ પોતાની વિકેટ ગુમાવવી પડી. તે બાદ કેપ્ટન કેન વિલિયમસને રૉસ ટેલર સાથે મળીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો. વિલિયમસન અને ટેલર મળીને જેમ તેમ કરીને ટીમને 76 રનની પાર્ટનરશીપ સુધી લઇને આવ્યાં. ત્યારે 34 રન પર રમી રહેલા વિલ્યમસન મિશેલ સ્ટાર્કના બોલ પર સ્લિપમાં શૉટ રમ્યો.

બૉલ સ્લિપ તરફ ઝડપથી હવામાં નીકળી રહ્યો હતો કે સ્ટીવ સ્મિથે હવામાં ઉછળીને એવો કમાલનો કેચ કર્યો કે વિલિયમસન પોતે દંગ રહી ગયો. સ્મિથના આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવાઇ રહ્યો છે.

ક્રિકેટના અનેક દિગ્ગજોએ પણ તેના સુપર મેન કેચના વખાણ કર્યા.

તેની પહેલાં ઓસ્ટ્રેલિયાએ માર્નસ લાબુશેન (143)ની સતત ત્રીજી ટેસ્ટ સદીની મદદથી પોતાની પહેલી ઇનિંગમાં 416 રન બનાવ્યાં હતાં.

જણાવી દઇએ કે બીજા દિવસની રમત પૂરી થવા સુધી ન્યૂઝીલેન્ડની ટીમે 32 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા હતા. ટીમના સૌથી અનુભવી બેટ્સમેન રૉસ ટેલર 66 રન બનાવીને હજુ ક્રીઝ પર છે અને ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડને તેની એક મોટી ઇનિંગની આશા હશે. પહેલી ઇનિંગના આધારે ન્યૂઝીલેન્ડની ટીમ હજુ 307 રન પાછળ છે. ન્યૂઝીલેન્ડે જો ગેમમાં વાપસી કરવી હોય તો રૉસ ટેલર ઉપરાંત કૉલીન ડિ ગ્રેન્ડહોમ અને મિશેલ સેંટનરે પણ બેટિંગના દમ દેખાડવો પડશે.

Read Also

Related posts

1962ના યુદ્ધ સમયે જેવી ગ્રહદશા હતી એવી ફરી 21 જૂને છે : યુદ્ધ થશે તો કોણ હારશે કોણ જીતશે, જાણો જ્યોતિષ

Dilip Patel

દિવસભરમાં 3 લાખ PPE કિટ બનાવી રહ્યુ છે ભારત, દેશની અર્થવ્યવસ્થાને ઉભી કરવા આપી 5 ફોર્મુલા

Mansi Patel

રાજ્યમાં હવે ખાનગી લેબોરેટરીમાં પણ થઈ શકશે કોરોનાના ટેસ્ટ, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!