GSTV

બૉલ ટેમ્પરિંગ : સ્મિથે સજા સ્વીકારી, પ્રતિબંધ સામે નહી કરે અપીલ

Last Updated on April 4, 2018 by Bansari

ઑસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ બૉલ ટેમ્પરિંગ મામલે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા દ્વારા મૂકવામાં આવેલા 12 મહિનાના પ્રતિબંધ સામે અપીલ નહી કરે. સ્મિથે ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

સ્મિથે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘હું આ ઘટનાને ભૂલવા અને દેશના ક્રિકેટમાં ફરીથી પ્રતિનિધિત્વ કરવા માટે કંઇ પણ કરવા તૈયાર છું. મે જે કહ્યું, હું તે વાતનું મૂલ્ય ધરાવું છું અને ટીમના કેપ્ટન તરીકે આ ઘટનાની સમગ્ર જવાબદારી લઉ છું. ‘

પોતાના ટ્વિટમાં સ્મિથે કહ્યું કે ‘હું આ પ્રતિબંધની સામે અપીલ નહી કરું. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ આ પ્રતિબંધ એક સખત સંદેશ આપવા માટે મૂક્યો છે અને મેં તેનો સ્વીકાર કર્યો છે.’

સ્મિથ તરફથી આ પ્રતિબંધને સ્વીકારવાનો અર્થ છે કે તે એપ્રિલ 2019માં જ ક્રિકેટ જગતમાં વાપસી કરી શકશે. તેના બે મહિના પછી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની શરૂઆત થશે.

ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ સિરિઝના ત્રીજા મેચમાં સ્મિથ, પૂર્વ વાઇસ કેપ્ટન ડેવિડ વૉર્નર અને બેટ્સમેન કેમરન બેનક્રૉફ્ટને બોલ ટેમ્પરિંગ મામલે દોષી ઠેરવવામાં આવ્યાં હતા. આ મામલાની તપાસ બાદ સ્મિથ તથા વૉર્નર પર 12 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેવામાં બેનક્રૉફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ છે.

અપદસ્થ કેપેટ્ન સ્મિથનું અનુસરણ કરતાં બેનક્રૉફ્ટે પણ પ્રતિબંધની સામે અપીલ ન કરવાનો નિર્ણય લીધો છે.

Related posts

ટોક્યો ઓલિમ્પિક 2020/ પીવી સિંધુએ જીતથી કરી શરૂઆત, મનુ ભાકરનું નબળું પ્રદર્શન

Damini Patel

રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર આવી: નવેમ્બર સુધી ફ્રી રાશન ઉપરાંત મેળવી શકશો આટલા લાભ, આવી રીતે કરો અપ્લાઈ

Pravin Makwana

ખુશખબર: કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં ઈંક્રીમેંટ અને સેલરી વધશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!