GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

17 વર્ષની વયે Cricket માટે સ્કૂલ છોડી, ત્યાર બાદ Cricketમાં શરમજનક ઘટનાને નોતરી

Cricket

ઓસ્ટ્રેલિયન Cricket ટીમના ભૂતપૂર્વ સુકાની અને વર્તમાન Cricketના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાં વિરાટ કોહલીને ટકકર આપી રહેલા સ્ટિવ સ્મિથે હજી મંગળવારે જ તેનો 31મો જન્મદિવસ મનાવ્યો હતો. બે વર્ષ અગાઉ તે સુપર સ્ટાર હતો અને તે બેટિંગમાં આવે તે સાથે હરીફ ટીમના બોલર અને કેપ્ટન પોતાની રણનીતિ બદલવા મજબૂર બની જતા હતા. આજે ય Cricket એક્સપર્ટ તેને વિરાટ કોહલીનો સમકક્ષ માને છે. ઘણા તો તેને ડોન બ્રેડમેનની કક્ષાનો બેટ્સમેન પણ ગણાવે છે. પણ, બે વર્ષ અગાઉ તે એક એવી ઘટનામાં ફસાયો હતો જેનાથી તેની કરિયર જોખમાઈ હતી અને Cricketમાં આ ઘટનાને શરમજનક માનવામાં આવે છે.

બોલ ટેમ્પરિંગનો મામલો

1989ની બીજી જૂને જન્મેલા સ્ટિવ સ્મિથે 2010માં તેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. થોડા જ સમયમાં તે ટીમમાં મહત્વનો બેટ્સમેન બની ગયો. જોકે 2018માં ઓસ્ટ્રેલિયન ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન તે બોલ ટેમ્પરિંગમાં સંડોવાયો હતો અને તેને એક વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવાયો હતો. કેપટાઉન ટેસ્ટમાં તેણે પોતાના સાથી ખેલાડી ડેવિડ વોર્નર અને કેમરૂન બેનક્રોફ્ટ સાથે મળીને બોલ સાથે ચેડાં કર્યા હતા. તે દોષિત પુરવાર પુરવાર થયો અને તેની કપ્તાની છીનવાઈ ગઈ હતી. એક વર્ષના પ્રતિબંધ બાદ 2019ના ઓગસ્ટમાં તે એશિઝ સિરીઝમાં રમ્યો હતો જેમાં તેણે શાનદાર બેટિંગ ફોર્મ દાખવ્યું હતું. બોલ ટેમ્પરિંગની ઘટનાથી ઓસ્ટ્રેલિયન Cricket શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું હતું.

Cricket માટે છોડી સ્કૂલ

સ્મિથે માત્ર 17 વર્ષની વયે કેન્ટ Cricket લીગમાં રમવા માટે મેનોઇ સ્કૂલને તિલાંજલી આપી દીધી હતી.  સ્મિથ અત્યાર સુધીમાં 75 ટેસ્ટમાં  7227 રન, 125 વન-ડેમાં 4162 રન અને 39 ટી20માં 681 રન ફટકારી ચૂક્યો છે. પ્રતિબંધ બાદ તે ટીમમાં તો પરત ફરી શક્યો છે પરંતુ તેને ટીમની કપ્તાની પ્રાપ્ત થઈ નથી.

READ ALSO

Related posts

રસોઈ બનાવવી અને કાર ચલાવવુ ટૂંક સમયમાં થશે સસ્તુ, મોદી સરકાર કરી રહી છે આ મોટી તૈયારી

Ankita Trada

જે શાસનમાં કૂટનીતિનો સમાવેશ થતો હોય તે શાસનનો અંત નક્કી

Nilesh Jethva

ચીનને વધુ એક ઝટકો, યોગી સરકારે આ પ્રોજેક્ટનું ટેન્ડર કરી દીધું રદ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!