GSTV
Gujarat Government Advertisement

પિતાના નિધન બાદ ભારત માટે રમવાનો સંકલ્પ કર્યો હતો, કોહલીએ સ્ટિવ સ્મિથને ‘ઇન્ટરવ્યૂ’ આપ્યો

Last Updated on December 17, 2020 by Mansi Patel

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટની સિરીઝનો પ્રારંભ થઈ ગયો છે. મેચના એક દિવસ અગાઉ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટિવ સ્મિથને ઇન્ટરવ્યૂ આપ્યો હતો આ દરમિયાન કોહલીએ ઘણી બાબતોના ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું હતું કે તેના પિતાનું નિધન થયું ત્યાર બાદ તે ક્રિકેટ પ્રત્યે વધારે ગંભીર બની ગયો હતો. ત્યાર પછી જ તેણે ભારત માટે રમવાનો સંકલ્પ કર્યો હતો. વિરાટ કોહલી એડિલેડ ટેસ્ટ બાદ ભારત પરત આવી જશે જ્યાં તેની પત્ની અનુષ્કા શર્મા સંતાનને જન્મ આપવાની છે.

દિલ્હીમાં જન્મેલા વિરાટ કોહલીએ તેના પિતાના નિધનને તેના જીવનની એક એવી પળ ગણાવી જે ઘટના બાદ તે ભારત માટે રમવા પ્રેરિત થયો હતો. તેણે કહ્યું કે મને હંમેશાં એમ લાગતુ હતું કે હું ઉચ્ચ કક્ષાના ક્રિકેટમાં રમીશ. પણ જ્યારે મેં ખરેખર વિચાર્યું હતું કે હું ચોક્કસપણે ક્રિકેટને જ મારી કરિયર બનાવવા માગું છું તે મારા પિતાના નિઘનનો સમય હતો. એ વખતે જ મને અહેસાસ થયો કે હું ક્રિકેટ અંગે ગંભીર બની ગયો છું. હવે મારી પ્રતિબદ્ધતા અને મારું ધ્યાન બીજે ક્યાંય ભટકી શકે તેમ નથી.

કોહલીએ સ્મિથને કહ્યું હતું કે એ સમય બાદ હું માત્ર ક્રિકેટ અંગે જ વિચારતો હતો. ભારત માટે રમવા અંગે હું ફોકસ કરતો હતો. મેં ક્યારેય વિચાર્યું નથી કે હું ટીમની બહાર થઈ શકું છું. બસ આ જ એક શુદ્ધ પ્રેરણા હતી. ડિસેમ્બર 2006માં કોહલીના પિતાનું નિધન થયું ત્યારે કોહલી રણજી  ટ્રોફીમાં રમી રહ્યો હતો. તે રાત્રે તે ઘરે ગયો અને સવારે પિતાની અંતિમ ક્રિયા બાદ સીધો મેદાન પર ગયો હતો કેમ કે આગલી સાંજે તેની બેટિંગ જારી હતી. તેણે એ મેચમાં દિલ્હીને બચાવી લીધુ હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!