GSTV

75,639 kmphની ઝડપે પૃથ્વી પર આવી રહ્યો છે એક ગ્રહ, ટકરાશે તો માઇલ લાંબો ખાડો પડશે અને શહેરનો વિનાશ થઈ જશે

asteroid

Last Updated on July 11, 2020 by Karan

યુરોપિયન સ્પેસ એજન્સીએ એક Asteroid-એસ્ટરોઇડ (મંગળ અને ગુરુની ભ્રમર કક્ષાઓ વચ્ચેના સંખ્યાબંધ નાના ગ્રહોમાંનો કોઈપણ એક ગ્રહ, તારાના આકારનો) શોધી કાઢયું છે જે લગભગ 75,639 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ ધસી રહ્યો છે. જો આ ગ્રહ પૃથ્વી સાથે ટકરાશે, તો તે સપાટી પર લગભગ એક માઇલ લાંબો ખાડો બનાવી શકે છે. મોટી માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરશે. જે કેટલાક કિલોમીટરની આજુબાજુમાં રહેતા પ્રાણીઓ માટે જોખમી બની શકે છે.

આ એસ્ટરોઇડનું નામ 2020 એમઓ 1 છે, જે સૂર્યની પરિક્રમા કરે છે

આ ઉપરાંત 2018 VP1 નામ એસ્ટરોઇડ 2020-2025 ની વચ્ચે પૃથ્વી પર પછાડશે તેવી સંભાવના છે પરંતુ તે ફક્ત 7 ફૂટ પહોળો છે. 1723 ફુટનું એસ્ટરોઇડ 2005 ED224 વર્ષ 2023-2064 ની વચ્ચે પૃથ્વી પર ટકરાશે.

3 જુલાઈ 2059ના રોજ ટકરાશે

વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ એસ્ટરોઇડ 3 જુલાઈ 2059ના રોજ 39 વર્ષ પછી પૃથ્વી પર ત્રાટકશે. યુરોપિયન સ્પેસ એજન્સીએ ડેટાનો અભ્યાસ કર્યો છે અને કહ્યું છે કે આ નાના ગૃહનો વ્યાસ આશરે 230 ફૂટ છે. આ એસ્ટરોઇડ સૂર્યની લાંબી કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે. જે મંગળ સુધી પહોંચે છે. યુરોપિયન સ્પેસ એજન્સીએ એમ પણ કહ્યું છે કે પૃથ્વી પર ટકરાવાની આ એસ્ટરોઇડની સંભાવના ઓછી છે. કારણ કે શક્ય છે કે બાહ્ય પરિબળોને કારણે આ એસ્ટરોઇડ પોતે જ તેનો માર્ગ બદલી દે છે. આથવા સૂર્યમાંથી પસાર થતી વખતે ચુંબકીય અસરને કારણે નાશ પામી શકે છે.

નાસાની નજર આગામી 100 વર્ષો સુધી છે

નાસાની દેખરેખ સિસ્ટમ પહેલાથી જ આવી બાબતો પર નજર રાખે છે. હાલમાં આવા 22 જેટલા એસ્ટરોઇડ્સ છે જેમને આવતા 100 વર્ષો સુધી પૃથ્વી પર પછાડવાની સંભાવના છે. આ સૂચિમાં પ્રથમ અને સૌથી મોટો એસ્ટરોઇડ 29075 (1950 ડી.એ.) જે 2880 સુધી પૃથ્વી પર ટકરાવાની સૌથી વધુ સંભાવના છે.

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

IND vs ENG: જસપ્રિત બુમરાહ- મોહમ્મદ શામીની ઘાતક બોલિંગ સામે અંગ્રેજો બન્યા પાંગળા, પ્રથમ ટેસ્ટમાં સામાન્ય સ્કોર પર ઓલઆઉટ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!