GSTV

બેન્કમાં નોકરી શોધતા લોકો માટે સારી તક, સરકાર કરી રહી છે આ તૈયારી

બેન્કમાં નોકરી શોધતા લોકો માટે સારી તક છે. નજીકના ભવિષ્યમાં સરકારી બેંકમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, કર્મચારીઓની અછતને પહોંચી વળવા જુનિયર અને મધ્યમ સ્તરના પદો પર નવી નિમણૂંક કરવાની જરૂર પડશે. અહેવાલમાં સંસદની એક સમિતિએ આ જ કહ્યું છે.

જનરલ મેનેજરના લેવલના 58 ટકા 2019-20માં નિવૃત્ત થશે

અહેવાલ અનુસાર, સરકારી બેંકોમાં સામાન્ય મેનેજર સ્તરના 95 ટકા, ડેપ્યુટી જનરલ મેનેજર સ્તરના 75 ટકા અને એડિશનલ જનરલ મેનેજરના લેવલના 58 ટકા 2019-20માં નિવૃત્ત થશે. નાણાકીય મામલાની સ્થાયી સમિતિ, ઈન્સ્ટીટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBP)ના આંકડાના આધાર પર જોવા મળ્યું છે કે, સરકારી બેન્કોમાં ક્લાર્ક, પ્રોબેશનરી ઓફિસર અને વિશિષ્ટ ઓફિસરોના પદ પર નવા લોકોની નિયુક્તિ માટે ઉમેદવારોની સંખ્યામાં સ્પષ્ટ ઘટાડો જોવા મળી રહ્યો છે.

વિભિન્ન સ્તર પર અચાનક લોકોનો ઘટાડો જોવા મળી શકે છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતાવાળી સમિતિએ ગત અઠવાડીએ સાંસદમાં રજૂ કરેલા રિપોર્ટમાં કહ્યું હતું કે, સમિતિનું માનવું છે કે, બેન્કો દ્વારા નિયુક્તિઓમાં ઘટાડો કરવાનું પણ એક કારણ છે, પરંતુ કોઈ પણ પ્રોત્સાહનની વિપરિત પરિસ્થિતિમાં લાંબા સમય સુધી કામ કરવાની ફરજથી પણ ઉમેદવાર હતોત્સાહી થઈ રહ્યા છે. સમિતિએ આશંકા વ્યક્ત કરી છે કે, સરકારી બેન્કોમાં નજીકના ભવિષ્યમાં મોટી સંખ્યામાં લોકો રિટાયર થવાથી વિભિન્ન સ્તર પર અચાનક લોકોનો ઘટાડો જોવા મળી શકે છે.

Related posts

દિલ્હીની તબલિગી જમાત મામલે ગુજરાત પોલીસ સક્રિય,રાજ્યના તમામ શહેરોમાં તબલિગી ખાનામાં તપાસના આદેશ

Bansari

દેશમાં 16 શહેર હોટ સ્પોટ જાહેર, કોરોનાનો ખતરો વધ્યો કારણકે હવે આ તબક્કામાં પહોચ્યો

Karan

મરકઝના ધાર્મિક પ્રસંગમાં સામેલ સુરતના 73 લોકોની ઓળખ કરવાની તંત્રએ કવાયત આદરી, તમામને કોરેન્ટાઈન વોર્ડમાં ખસેડાશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!