GSTV
Home » News » RTE એક્ટ હેઠળ ધો. 3માં પણ વિદ્યાર્થીને પાસ ના-પાસ કરવાનો અધિકાર રાજ્યોને આપો : ચુડાસમા

RTE એક્ટ હેઠળ ધો. 3માં પણ વિદ્યાર્થીને પાસ ના-પાસ કરવાનો અધિકાર રાજ્યોને આપો : ચુડાસમા

Surat fire bhupendrasinh

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરની અધ્યક્ષતામાં 56મી NCERTની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી. આ વાર્ષિક સામાન્ય સભામાં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત રહીને ‘‘લર્નીંગ આઉટકમ અને ક્વોલીટી એજ્યુકેશન’’ વિષય પર ચર્ચામાં ભાગ લઇને RTEના એમેન્ડમેન્ટમાં ભારત સરકારે કરેલા સુધારા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. સાથો સાથ ધોરણ 5 અને 8ની જેમ ધોરણ ૩માં પણ પરીક્ષા લઇને વિદ્યાર્થીને તેના પરિણામના આધારે પાસ કે ના-પાસ કરવાનો અધિકાર જે તે રાજ્યને આપવાની ભારપૂર્વક માગણી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.

ખાસ કરીને ગુજરાતે શિક્ષણના ગુણાત્મક સુધાર માટે કરેલા પ્રયાસો અને સફળ પ્રયોગોની માહિતી આપતાં શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગુણોત્સવના સફળ પ્રયોગ બાદ મિશનવિદ્યાનો પણ સફળ પ્રયોગ કરીને પ્રિય વિદ્યાર્થી (નબળાં)ને અન્ય વિદ્યાર્થીની સમકક્ષ લાવવા કરાયેલા પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓનું સ્થાયીકરણ કરવા અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા કરાયેલા પ્રયાસોની વિગતો પણ તેમણે આ બેઠકમાં આપી હતી.

વિદ્યાર્થીની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે ગુજરાત સરકારે કરેલા પ્રયાસો અંતર્ગત સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી લેવાઇ રહેલી વિકલી આઉટકમ ટેસ્ટની વિગતો તેમણે આપી હતી. સાથો સાથ આણંદ પાસેના ચાંગા ખાતે હજી હમણાં જ પૂરા થયેલા ઇનોવેશન ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓને સમજાય તેવી પધ્ધતિ અને વિશેષ પ્રકારના સંશોધન અંગે શિક્ષકોએ કરેલા પ્રયાસોની પણ કેન્દ્ર સરકારે નોંધ લીધી હતી.

આ બેઠકમાં ચુડાસમાએ આગામી 17 જાન્યુઆરીએ સાયન્સ, ટેકનોલોજી, એન્જિયરીંગ અને મેથ્સ અંગેના યોજાનાર પ્રિ વાઇબ્રન્ટ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરને ઉપસ્થિત રહેવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આમંત્રણ આપ્યું હતું જેનો જાવડેકરે સ્વીકાર કર્યો હતો.

READ ALSO

Related posts

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!