GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ગુજરાતમાં વરસાદની અાગાહીઅો વચ્ચે જળાશયોની અાવી છે સ્થિતિ

ગુજરાતમાં બેથી ત્રણ રાઉન્ડમાં વરસાદ વરસ્યો છે જોકે, હજુ જળાશયોમાં સરેરાશ 55 ટકા પાણીની ઘટ છે. ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં ૨૨.૩૪ ઈંચ વરસાદ નોંધાયો છે. જેની સામે જળાશયોમાં હજુ સુધી સરેરાશ ૪૪.૧૯% જળસ્તર છે. ગુજરાતમાં કુલ ૨૦૩ માંથી ૧૫ જળાશયો ૧૦૦% ભરાયા છે જ્યારે ૯ સંપૂર્ણ ખાલીખમ છે. કચ્છના ૨૦ જળાશયોમાં માત્ર ૧૨.૨૨% જથ્થો છે. આમ, કચ્છમાં સાધારણ વરસાદને લીધે સ્થિતિ સૌથી ચિંતાજનક છે.

રાજ્યમાં વિવિધ ઝોન પ્રમાણે જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો…

  • ઉત્તર ગુજરાતમાં કુલ 15 જળાશયો છે. જેમાં  સરેરાશ 32.96 ટકા પાણી છે
  • મધ્ય ગુજરાતમાં 17 જળાશયો છે. જેમાંથી બે સંપૂર્ણ ભરાયા છે અને સરેરાશ સ્થિતિ 69.52 ટકા છે
  • દક્ષિણ ગુજરાતમાં 13 જળાશયો છે.જેમાં પાંચ સંપૂર્ણ ભરાયેલા છે. જળાશયોની સરેરાશ સ્થિતિ 40.95 ટકા છે
  • કચ્છના 29 જળાશયોની સરેરાશ સ્થિતિ માત્ર 12.22 ટકા છે
  • સૌરાષ્ટ્રના 138 જળાશયો છે.જેમાં આઠ સંપૂર્ણ ભરાયેલા છે. જળાશયોની સરેરાશ સ્થિતિ 44.49 ટકા છે.
  • રાજ્યમાં 100 ટકા ભરાયેલા જળાશયોની વાત કરીએ તો..
  • ભાવનગરનુ રોજકી અને બાગડ જળાશય, ગીર સોમનાથના હિરણ-1, હિરણ-2 અને મચ્છુન્દ્રી જળાશય 100 ટકા ભરાયેલો છે.
  • આ સિવાય નવસારીનો કેલિજા અને જૂજ, જૂનાગઢમાં આવેલ મધુવંતી જળાશય સંપૂર્ણ ભરાયેલ છે..
  • તો સુરતનો લાખી ગામનું જળાશય, તાપીન દોસવાડા જળાશય, જામનગરનું પૂના, દાહોદનું ઉમરિયા અમરેલીનું ધાતરવાડી, ભરૂચનું ઢોલી જળાશય સંપૂર્ણ ભરાયેલ છે.

કુલ ૨૫ જળાશયમાં ૯૦%થી વધારે જળનો જથ્થો હોવાથી તેમને હાઇ એલર્ટ, ૧૨ જળાશયમાં ૮૦%થી ૯૦% જળનો જથ્થો હોવાથી એલર્ટ, ૮ જળાશયોમાં ૭૦%થી ૮૦% જથ્થો હોવાથી તેમાં વોર્નિંગ જાહેર કરાઇ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી એક સપ્તાહ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સ્થિતિમાં ગુજરાતના જળાશયોની સ્થિતિમાં વધુ સુધારો જોવા મળી શકે છે તેમ મનાય છે.

Related posts

ખતરનાક હતી સની લિયોનીની પહેલી Kiss, પપ્પાએ પકડી હતી રંગેહાથ અને પછી…

Mansi Patel

સોનૂ સૂદની મદદ કોંગ્રેસીઓને ખટકી: સોશિયલ મીડિયા પર વિરોધ, આપી દીધું ‘BJP એજન્ટ’નું ટેગ

Bansari

નમાશી ચક્રવર્તીએ લગાવ્યા ગંભીર આરોપ, પિતા મિથુન ચક્રવર્તી સાથે થયો છે આ અન્યાય

Arohi
Do NOT follow this link or you will be banned from the site!