GSTV
Gujarat Government Advertisement

અમેરિકાનો રંગભેદ લંડનમાં પહોંચ્યો, ગાંધીજીના પૂતળા મામલે હવે લડાઈ શરૂ થઈ

Last Updated on June 15, 2020 by Karan

લંડનના પાર્લિયામેન્ટ સ્ક્વોફોરમાં મૂકેલી મહાત્મા ગાંધી, મંડેલા અને ચર્ચિલના પૂતળા તોડવામાં આવી રહ્યાં છે. જ્યાં હવે સલામતી ગોઠવી દેવામાં આવી છે. અમેરિકાના કાળા નાગરિક જ્યોર્જ ફ્લોયડની 25 મી મેએ ધરપકડ કરી જેમાં તેનું મોત થયું હતું. મૃત્યુ પછી હવે બ્રિટન પણ ભડકેલું છે. આ સમય લંડનની પાર્લિયામેન્ટ સ્ક્વોવાયર સ્થિત મહાત્મા ગાંધી અને વિંસ્ટન ચર્ચિલન જાહેરમાં મૂકેલા પૂતળાને નુકસાન પહોંચ્યું હતું.

સલામતીની દ્રશ્ટીએ લંડનમાં મેયરની કચેરીમાં મહાત્મા ગાંધી, નેલ્સન મન્ડેલા અને વિંસ્ટન ચર્ચિલની તસવીર- છબીઓ કાઢી નાંખી છે. લિસેસ્ટર શહેરના તમામ માર્ગોના નામ, પૂતળા અને સ્મારકોની સમીક્ષા કરવા માટે જાહેરમાં માંગણી થઈ રહી છે. મહાત્મા ગાંધીની લંડનની પ્રતિમાં હઠાવવા માટે સ્થાનિક 5 હજાર લોકોએ સહી ઝૂંબેશ કરીને માંગણી ઠોકી દીધી છે. તેના જવાબમાં ભારતીય લોકોએ વિરોધ કર્યો છે અને મહાત્માની પ્રતિમાં પાસે રીબીન બાંધી છે. ગાંધીની પ્રતિમા રાખવા માટે દેખાવો થઈ રહ્યાં છે. ભારતીય મૂળના લોકોએ જનરલ હૈવલોંક અને જનરલ ક્લાઈવની પ્રતિમા હઠાવી લેવાની માંગણી કરી છે.

આફ્રિકાથી કાળા 80 હજાર કાળા લોકોને અમેરિકા લાવનારા કોલસ્ટનનું પૂતળુ તોડી પડાયું

પ્રદર્શન દરમિયાન બ્રિટનમાં ગાંધી, ચર્ચીલની પ્રતિમા પર નસ્લવાદી લખીને તેને વિકૃત કરવામાં આવી હતી. દેખાવકારીઓએ બ્રિસ્ટલમાં એડવર્ડ કોલસ્ટનના પૂતળા તોડી પડાયા હતા. કોલસ્ટન રોયલ આફ્રિકન કંપનીના અધિકારી હતા અને તે 80 હજાર કાળા લોકોને આફ્રિકાથી અમેરિકા લઈ ગયા હતા.

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS / કેજરીવાલના આગમન પૂર્વે જ ગુજરાતમાં રાજકીય હલચલ, મહેસાણા અને સુરતમાં ભાજપને મોટો ઝટકો

Dhruv Brahmbhatt

ભાજપની લીલાઃ ઠાકરેના નામનો વિરોધ કરવા જેનું કટ્ટર વિરોધી હતું એને સન્માન અપાવવા પાડ્યો આ ખેલ

Dhruv Brahmbhatt

મિઝોરમ / દુનિયાના સૌથી મોટા પરિવારનાં વડા જિઓના ચાનાનું નિધન, 38 પત્નીઓ અને 89 બાળકો હતા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!