સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ 15 હજાર પ્રવાસી રોજ આવે તેવી સરકારની તૈયારીઓ

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પીએમ મોદીના હસ્તે 31 મી ઓક્ટોબરના લોકાર્પણ થવાનું છે. અને આ સમગ્ર વિસ્તારને પ્રવાસન ક્ષેત્ર તરીકે ધમધમતો કરવામાં આવશે.

લોકાર્પણ કાર્યક્રમ બાદ દરરોજ 15 હજાર પ્રવાસીઓ દેશ વિદેશમાંથી આવે એવી સરકારની તૈયારી છે. ત્યારે અહીંયા પ્રવાસીઓ આવે એ માટે કેવડિયાને ફોર લેન રસ્તાથી જોડવામાં આવ્યું છે.

બીજીબાજુ ચાંદોદથી સીધી રેલવે લાઈન પણ બનાવવા સર્વે કરવામાં આવ્યો છે. તો હવાઈ મુસાફરી કરીને આવતા પ્રવાસીઓ માટે જિલ્લામાં એર ટ્રીપ વિકસાવવી જરૂરી બન્યું છે. જે માટે આગાઉ રાજ્યના પૂર્વ રાજ્ય વન પ્રધાન શબ્દશરણ તડવીએ રજૂઆત કરી. જેમાં રાજ્ય સરકારની મંજૂરી મળી અને કેન્દ્ર સરકારની પણ લીલી ઝંડી મળી ગઈ છે.

જેને પગલે હવાઈ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય અને રાજ્ય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સિવિલ વિભાગની ટીમે રાજપીપલા ખાતે જગ્યા માટે પ્રભારી સચિવ સાથે બેઠક કરી હતી. અને જગ્યાનું નિરીક્ષણ પણ કર્યું હતું.

31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવશે. અને લોકાર્પણ બાદ પ્રતિદિન 15,000 પ્રવાસીઓ મુલાકાતે આવશે. ત્યારે આ પ્રવાસીઓ માટે ખાસ સરકાર દ્વારા બે-ત્રણ એજન્સીઓને હાયર કરી જેમને પેકેજ ટુર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. જેઓ હાલ તમામ પ્રકારનું પ્લાનિંગ કરી રહ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી દર્શન માટે ખાસ 150 વ્યક્તિ બેસી શકે તેવી બોટ મુકવામાં આવશે. જેનું ભાડું 300 થી 500 રૂપિયા સુધીનું હશે.. સાથે જો કેપ્સ્યુલ બોટમાંથી જવું હોય તો પ્રત્યેક વ્યક્તિએ 50 થી 100 રૂપિયા ટિકિટ લેવી પડશે. આમ આ સાથે ગરુડેશ્વર   ખાતે બની રહેલા વિયર કમ કોઝવેથી 12 કિમીનું સરોવર બનાવશે જેમાં બોટિંગથી લઇ નર્મદા ઘાટ તૈયાર કરાશે.

જ્યાં પૂજા સાથે નર્મદા મહાઆરતી કરવામાં આવશે. તળાવ નંબર -3 પાસે બોટિંગ સુવિધા ઉભી કરાશે. જેમાં પણ વ્યક્તિ દીઠ 200 રૂપિયા ટિકિટ રહેશે. સરદાર સરોવર પાછળ પણ એક ક્રુઝ દ્વારા 50 થી 60 કિલોમીટરનો એક રાઉન્ડ ફરશે. જે  લગભગ 5 થી 6 કલાકનો હશે. જેમાં જમવાની સુવિધા પણ ઉપલબ્ધ હશે. ત્યારે આ તમામ પ્રકાર ની બોટિંગ વ્યવસ્થા પણ 31 ઓક્ટોમ્બર પહેલા શરૂ કરી દેવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter