GSTV

સ્ટેચ્યુ ઓફ યુનિટિનું આકર્ષણ ટીકીટ દર સાંભળીને તમને જ કરી દેશે સ્ટેચ્યુ, 10 હજાર રૂપિયા ખિસ્સામાં હોય તો ફેમિલિ સાથે જજો

આજે કેવડિયા કોલોનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતામાં વધારોત કરતા વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. લોકોમાં ગુજરાતી તરીકે ગૌરવ લઈ શકાય તેવું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વની સૌથી ઊંચી સરદારની પ્રતિમા સાથે નર્મદા ડેમસાઈટ તેમજ વિવિધ પ્રોજેક્ટોને લીધે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. પરંતુ તે આમ જનતા માટે નહીં હોય. જો તમે પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિ ફરવા જશો તો તમારા ખિસ્સા પર કેટલો ભાર આવશે એની તમને જ ખબર નહીં પડે. જો એક સામાન્ય પરીવાર સરદારના દર્શન કરવા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટિ જશે તો 10થી 15 હજાર રૂપિયા ખિસ્સામાં હશે તો જ તમે તેનો આનંદ લઈ શકશો.

પ્રોજેક્ટો ભલે લોકાર્પણ થયા પરંતુ સામાન્ય લોકો માટે નથી અર્પણ, એક વ્યક્તિની હશે 2,980 રૂપિયા ટિકીટ

લોકોને કંઈક નવું જોવા મળે, એટ્રેક્સન થાય તેવા વિવિધ પાર્ક ભલે બન્યા હોય પરંતુ તમારા ખિસ્સા તો ખાલી જ કરી નાંખશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં જે આકર્ષણો છે તેને જોવાના જ પ્રતિ વ્યક્તિએ ઓછામાં ઓછા 2,980 રૂપિયાનો ફક્ત ટિકીટ ફીનો ખર્ચ થશે. જો તમારી સાથે નાના બાળક છે તો તેનો ટીકીટ ખર્ચ પણ 2500 રૂપિયા થશે. આ સિવાય અન્ય ખર્ચાઓ તો અલગ. જો તમે ફેમિલીના ચાર મેમ્બર છો તો 10 હજાર રૂપિયા તમારા ખિસ્સામાં હોય તો જ ફરવા જઈ શકશો. આ સિવાય ખાવા પીવાના ખર્ચા થશે તે અલગ હશે. ગુજરાતમાં ભલે આકર્ષણના કેન્દ્ર સમું સ્ટેચ્યુ ઓફ યુનિટિ બન્યું પરંતુ જે સામાન્ય લોકો માટે તો દૂરથી દર્શન પણ દુર્લભ જ રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટો ભલે લોકાર્પણ થયા પરંતુ સામાન્ય લોકો માટે અર્પણ નથી.

ગુજરાતીઓ માટે ફ્રી અથવા નોમીની ફી રાખી હોત તો સાચા અર્થમાં લોકાર્પણ કહેવાત

જો ગુજરાતના લોકો માટે પણ થોડી ફીમાં ઘટાડો કર્યો હોત કે નાના બાળકો માટે ફ્રી એન્ટ્રી રાખી હોત તો આપણને જરૂર ગર્વ થઈ શકત. હાલમાં આર્થિક તંગીથી ભીંસાતી પ્રજા માટે આકર્ષણ પણ સપના બની રહેશે. ગુજરાત જે પ્રતિમા માટે વિશ્વ આખામાં ગૌરવ લઈ રહ્યા છે. તે પ્રતિમાને ગુજરાતીઓ માટે દર્શન મોંઘા બની રહેશે. ગુજરાતી તરીકે ગૌરવ ભલે લઈએ પરંતુ નાના ગરીબ માણસો માટે તો આ સ્વપ્નું જ રહી જશે. લોકો માટે અર્પણ ભલે પરંતુ તે વ્યવસાયિક રહેશે. જો ખરેખર ગુજરાતીઓ માટે ફ્રી કે નોમીની ફી રાખી હોય તો સાચા અર્થમાં ગુજરાતીઓ માટે લોકાર્પણ કહેવાત.

વિવિધ જગ્યાઓ જોવા માટેનો આ છે ટીકીટ દર

વિવિધ ટિકીટ દરપુખ્ત બાળકો
એન્ટ્રી ટિકિટ ૧૫૦૯૦
વ્યૂઈંગ ગેલેરી૩૮૦૨૩૦
એકતા નર્સરી૩૦૨૦
કેક્ટસ ગાર્ડન૬૦૪૦
વિશ્વ વન૩૦૨૦
રિવર રાફ્ટિંગ૧૦૦૦૧૦૦૦
ઈકો ટુરિઝમ બસ૩૦૦૨૫૦
નૌકાવિહાર૨૯૦૨૯૦
એકતા ક્રૂઝ બોટ ૨૦૦૨૦૦
જંગલ સફારી પાર્ક ૨૦૦૧૨૫
આરોગ્ય વન ૩૦૨૦
બટરફ્લાય ગાર્ડન6040
ગોલ્ફ કાર્ટ૫૦૫૦
ચિલ્ડ્રન પાર્ક૨૦૦૧૨૫
કુલ (પ્રતિ એક વ્યક્તિ દીઠ ટીકીટ૨૯૮૦૨૫૦૦

READ ALSO

Related posts

નોકરીયાતને ફાયદો! આ યોજના હેઠળ મોદી સરકાર 2 વર્ષ સુધી ભરશે તમારું PF, જાણો તમને ફાયદો થશે કે નહી

Ankita Trada

પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે રિક્વરી રેટમાં ટોપ 20 રાજ્યોમાં પણ નથી ગુજરાત : સરકારના તમામ દાવા પોકળ

pratik shah

COVID-19ના રસીકરણ પહેલા જ કેન્દ્રએ રાજ્યોને કરી દીધા એલર્ટ! વેક્સીનની ‘આડ અસર’ માટે કરી લે તૈયારી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!