વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ વન વિભાગે વિવિધ જાતના ઘણા વૃક્ષો વાવ્યા છે. આ વૃક્ષોનું જતન પણ કરવામાં આવે છે. જો કે એક એવું VVIP પીપળાનું વૃક્ષ છે જેનું વન વિભાગ દ્વારા ખાસ રીતે જતન કરવામાં આવે છે. વન વિભાગે વૃક્ષની ફરતે સ્ટીલની રેલિંગ કરી છે. સાથે સાથે રોજે રોજ સમયસર પીંપળાના વૃક્ષને પાણી આપવામાં આવે છે. પીપળાના રોપાનું ખાસ જતન કરવાનું કારણ એ છે કે આજથી 2 વર્ષ પહેલાંએનું રોપણ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું.

દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 15 ડિસેમ્બર 2018 ના રોજ પોતાના પત્ની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન કેવડિયા રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન પણ કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા ત્યારે ફ્લાવર ઓફ વેલી ખાતે વૃક્ષા રોપણનો કાર્યક્રમ રખાયો હતો. આ દરમિયાન પીંપળાના છોડનું રોપણ કર્યું હતું. આ પીંપળો હાલ 7 ફુટ ઉંચો થઈ એકદમ વિકસિત થઈ ગયો છે.
READ ALSO
- ચકચાર/ અમેરિકામાં એક ભારતીય તબીબે એક મહિલા ડોક્ટરની ગોળી મારીને જાતે કરી લીધો આપઘાત, કેન્સરથી હતા પીડિત
- જામનગરમાં ભુમાફિયા જયેશ પટેલનો આતંક: કરાવ્યું ફાયરિંગ, પોલીસે 4 ઈસમો સામે ગુનો નોંધ્યો
- પ્રભૂતામાં પગલા: ભારતીય ટીમના ઓલરાઉન્ડ વિજય શંકરે મંગેતર વૈશાલી સાથે સાત ફેરા લઈ નવા જીવનની કરી શરૂઆત
- PPF ની મદદથી પણ બની શકો છો કરોડપતિ, જાણો કેટલા વર્ષો સુધી કરવું પડશે રોકાણ….
- પ્રથમ પહેલ/ નેતાઓ ચર્ચાઓ કરતા રહ્યાં અને યોગીએ કરી બતાવ્યું : બની ગયું દેશનું પ્રથમ રાજ્ય, લોકડાઉનમાં તમામ કેસો પાછા ખેંચ્યા