GSTV
Gujarat Government Advertisement

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુંદરતામાં વધારો/ પ્રવાસીઓની સુવિધામાં ક્રુઝ બોટનો ઉમેરો, 31મી તારીખે વડાપ્રધાન ના હસ્તે થશે લોકાર્પણ

Last Updated on October 30, 2020 by pratik shah

સ્ટેચ્યુ  યુનિટી પર આવતા પ્રવાસીઓની સુવિધામાં ક્રુઝ બોટનો ઉમેરો થવા જઇ રહ્યો છે. ક્રુઝ બોટનું 31 મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રુઝ બોટમાં બેસી શ્રેષ્ઠ ભારત ભવન ખાતે જશે. નોંધપાત્ર છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની આ સફર 6 કિલોમીટરની રહેશે. જે રીતે વારાણસીમાં ગંગા નદીમાં પ્રધાનમંત્રીએ બોટ સેવા શરુ કરી હતી. તેવી જ રીતે  નર્મદા નદીમાં પણ શરુ કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની આ સફર 6 કિલોમીટરની રહેશે

સ્ટેચ્યુ  યુનિટી પર આવતા પ્રવાસીઓની સુવિધામાં ક્રુઝ બોટનો ઉમેરો

ઉલ્લેખનીય છે કે આ કારણે જેના માટે 3 જેટી બનાવવામાં આવી છે..એક જેટી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જયારે બીજી જેટી શ્રેષ્ઠ ભારત ભવન પાસે છે.જ્યારે ત્રીજી જેટી સ્ટેચ્યુની બિલકુલ પાછળ છે.. જે ઇમર્જન્સી જેટી છે.. જો કોઈ દુર્ઘટના બને તો આ જેટીનો ઉપયોગ કરવામાં આવશે.. આ ક્રુઝ બોટમાં આમ તો 200 થી 250 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.

આ ક્રુઝ બોટમાં આમ તો 200 થી 250 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા

હાલ કોરોનાના નિયમોને પગલે માત્ર 100 લોકોને જ પરમિશન આપવામાં આવશે. બોટમાં નાસ્તાની પણ વ્યસ્થા છે..જે પ્રવાસીએ પોતાના ખર્ચે કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે મનોરંજન માટેની પણ વ્યવસ્થા બોટમાં કરવામાં આવી છે. નોધનીય છે કે ક્રુઝ બોટનુંનું લોકાર્પણ આમ તો 21 માર્ચે કરવાનું હતું. પરંતુ કોરોના મહામારીના કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો..

એક જેટી ઈમરજન્સી માટે બનાવવામાં આવી

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધી સફર
  • છ કિલોમીટરની ક્રુઝ બોટની સફર
  • ક્રુઝ બોટ માટે ત્રણ જેટીનું નિર્માણ
  • એક જેટી ઈમરજન્સી માટે બનાવવામાં આવી
  • દુર્ઘટના બને તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળની જેટીનો ઉપયોગ
  • ક્રુઝ બોટમાં ૨૦૦થી ૨૫૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા
  • કોરોનાને લઈને હાલ ક્રુઝ બોટમાં ૧૦૦ લોકોને જ પરમિશન
  • ક્રુઝ બોટમાં નાસ્તા અને મનોરંજનની વ્યવસ્થા

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરતની સૂરત બદલાશે/ કોરોનાના વળતાં પાણી, કમિશ્નરે કહ્યું આ 3 સ્ટ્રેટેજીએ કોરોનાના હાહાકારથી બચાવી લીધું શહેરને

Dhruv Brahmbhatt

કોરોના કાળમાં પણ રાજકીય દુકાન ચલાવવા શરૂ થઇ રાજ રમત, સંગઠન જાહેર થવાના એંધાણના પગલે આકાઓના સહારે પહોંચ્યા BJP નેતાઓ

Pritesh Mehta

રાજ્યમાં હજુ પણ પરિસ્થિતિ ચિંતાજનક, કોરોનાના કેસ ભલે ઘટ્યાં પરંતુ વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યામાં વધારો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!