GSTV
Business Trending

Indian Railway / રેલ્વેમાં મુસાફરી કરવી થશે મોંઘી, જાણો કઈ શ્રેણી માટે કેટલી વધશે રકમ

ભારતીય રેલ્વેના એક મોટા નિર્ણય બાદ હવે સામાન્ય માણસ માટે રેલ્વેમાં મુસાફરી મોંઘી થવા જઈ રહી છે. એરપોર્ટની જેમ હવે મુસાફરોએ રેલવે સ્ટેશન પર પણ ડેવલપમેન્ટ ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ યાત્રીઓ પાસેથી ટ્રેનોની અલગ-અલગ કેટેગરી અનુસાર વસૂલવામાં આવશે. રેલવે આવા મુસાફરો માટે સ્ટેશન ડેવલપમેન્ટ ફી વસૂલવાનું વિચારી રહી છે, જે 10 થી 50 રૂપિયાની વચ્ચે હશે. આ અંગે રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે બુકિંગ દરમિયાન ટ્રેનની ટિકિટમાં ફી ઉમેરવામાં આવશે. જ્યારે આવા સ્ટેશનો કાર્યરત થઇ જશે ત્યારે જ આ ફી ઉમેરવામાં આવશે.

ટિકિટમાં ઉમેરવામાં આવશે ડેવલપમેન્ટ ફી

ભારતીય રેલ્વેના ઘણા સ્ટેશનોને આધુનિક સુવિધાઓ આપવા માટે નવી રીતે ફરીથી વિકસાવવામાં આવ્યા છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા મુજબ, જે રેલ્વે સ્ટેશનો રિડેવલોપ કરવામાં આવ્યા છે તેના માટે મુસાફરો પાસેથી ચાર્જ લેવામાં આવશે. મુસાફરો પાસેથી આવા સ્ટેશનો પરથી બોર્ડિંગ અથવા ડીબોર્ડિંગ બંને સમયે સ્ટેશન ડેવલપમેન્ટ ફી (SDF) વસૂલવામાં આવશે અને આને મુસાફરીની ટિકિટમાં ઉમેરવામાં આવશે, જેનાથી ટિકિટ મોંઘી થશે.

પેસેન્જર ટ્રેનમાં 10 રૂપિયા અને ACમાં 50 રૂપિયા લાગશે

મેલ-એક્સપ્રેસ ટ્રેનોના અનરિઝર્વ્ડ ક્લાસ અને MEMU ટ્રેનમાં 10 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે સ્લીપર ક્લાસમાં 25 રૂપિયા, એસી ચેર કારમાં, થર્ડ એસી, સેકન્ડ એસી અને ફર્સ્ટ એસીમાં 50 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. એટલું જ નહીં, આ બંને સ્ટેશનો પર ટ્રેન ટિકિટ લઈને આવતા મુસાફરોએ પ્લેટફોર્મ ટિકિટ માટે અલગથી દસ રૂપિયા ચૂકવવા પડશે.

અનઆરક્ષિત પેસેન્જર (બિન ઉપનગરીય)

સામાન્ય ટ્રેનો (સેકન્ડ ક્લાસ), મેલ/એક્સપ્રેસ ટ્રેનો (સેકન્ડ ક્લાસ), ફર્સ્ટ ક્લાસ, એસી મેમુ/ડેમુ માટે મુસાફરો પાસેથી રૂ. 10 વસૂલવામાં આવશે.

આરક્ષિત નોન એસી પેસેન્જર્સ (બિન ઉપનગરીય)

સેકન્ડ ક્લાસ, સ્લીપર ક્લાસ ઓર્ડિનરી, સ્લીપર ક્લાસ (મેલ/એક્સપ્રેસ), ફર્સ્ટ ક્લાસ ટ્રાવેલર્સે રૂ.25 ચૂકવવા પડશે.

આરક્ષિત એસી મુસાફરો

એસી ચેર કાર, એસી 3 ટાયર / 3 એસી ઇકોનોમી, એસી 2 ટાયર અને એસી ફર્સ્ટ ક્લાસ / ઇસી / ઇએ / એસી વિસ્ટાડોમ મુસાફરોએ 50 રૂપિયા ચૂકવવા પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

ભારે વાહનોને બેફામ પરવાનગી, નિર્દોષ નાગરિકોના મોત, છતા ટ્રાફિક વિભાગ ફક્ત મેમો આપવામા મસ્ત!

Kaushal Pancholi

જાણો કોણ છે મોહન યાદવ, જે બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી

Rajat Sultan

શર્મનાક ઘટના / છોકરી ભગાડી, તો પરિવારે છોકરાની માતાને નગ્ન કરી ગામમાં પરેડ કરાવી

Nelson Parmar
GSTV