GSTV
Home » News » બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થયાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓનું રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન

બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થયાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓનું રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન

ગત રિવવારે ગુજરાત સરકાર દ્વારા બિનસચિવાલયની પરીક્ષા લેવાઈ હતી. જે અંગે આજે રાજ્યભરમાં પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો છે. ત્યારે નવસારીમાં પણ પરીક્ષાર્થીઓએ આ અંગે વિરોધ દર્શાવીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. પરીક્ષાર્થીઓનું કહેવું છે કે પરીક્ષામાં ગેરરીતી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેથી પરીક્ષા ફરીથી પોલીસના ચુસ્તબંદોબસ્ત સાથે લેવાય તેવી માંગણી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ગત રવિવારે લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિઓ થઇ હોવાની વાતો બાદ આજે નવસારી જિલ્લાનાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા ફરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અને સુપરવાઈઝર વગર લેવાની માંગ સાથે જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

ગુજરાતમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ અગાઉ બે વાર રદ્દ થયા બાદ તેને ગત રવિવારે લેવામાં આવી હતી. પરંતુ પરીક્ષામાં ગેરરીતિ આચરાઈ હોવાના અહેવાલો સામે આવતા વિદ્યાર્થીઓ નિરાશ થયા હતા. કારણ રાજ્યમાં ફક્ત ૩૯૦૧ જગ્યા માટે ભરતી થવાની છે અને ૧૦ લાખથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા બાદ ૮ લાખ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેથી જો ગેરરીતિ આચરવામાં આવી હોય, તો જે વિદ્યાર્થીઓએ ખરી મહેનત કરી હશે એમને અન્યાય થવાના આક્ષેપો સાથે નવસારી જિલ્લાના પરીક્ષાર્થીઓએ આજે નવસારી જિલ્લા અધિક કલેકટર કમલેશ રાઠોડને આવેદનપત્ર આપ્યુ હતું. સાથે જ પરીક્ષા ફરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લેવાની અને તેમાં પણ સુપરવાઈઝર વગર પરીક્ષા લેવામાં આવે એવી માંગણી ઉચ્ચારી હતી.

READ ALSO

Related posts

નમસ્તે ટ્રમ્પ પ્રોગ્રામને લઈ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં, રોડ શોની કરશે સમીક્ષા

Mayur

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પહેલાં બે અધિકારી બાખડ્યા, આઈ કાર્ડ મામલે Dysp વચ્ચે થઈ ગઈ બબાલ

Mayur

કીવીઝ વિરુદ્ધ ઈશાંતનો ‘પંજો’, ઝહીર ખાનને પછાડીને ઘણા રેકોર્ડ કર્યા પોતાના નામે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!