GSTV
Home » News » મુઝફ્ફરપુર યૌન શોષણ મામલે ડાબેરી પાર્ટીઓ દ્વારા રાજ્યવ્યાપી બંધનું એલાન

મુઝફ્ફરપુર યૌન શોષણ મામલે ડાબેરી પાર્ટીઓ દ્વારા રાજ્યવ્યાપી બંધનું એલાન

બિહારના મુઝફ્ફરપુર ખાતેના બાલિકાગૃહમાં થયેલા યૌન શોષણની ઘટનાના વિરોધમાં ડાબેરી પાર્ટીઓ દ્વારા રાજ્યવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. બિહાર બંધના એલાનની આખા રાજ્યમાં અસર જોવા મળી રહી છે. આરા, ગયા, જહાનાબાદ, શેખપુરા, નાલંદામાં ડાબેરી પક્ષોના સમર્તકો દ્વારા ટ્રેન રોકવામાં આવી છે. તો ઘણાં સ્થાનો પર સડક પર વાહનવ્યવહાર પણ સંપૂર્ણપણે બાધિત થયો છે. બિહાર બંધ દરમિયાન એઆઈએસએફના કાર્યકર્તાઓએ પટના યુનિવર્સિટીને પણ બંધ કરાવી છે. પટના યુનિવર્સિટીની સાથે જ તમામ કોલેજોને પણ બંધ સમર્થકોએ બંધ કરાવી છે.

આરામાં ડાબેરી પક્ષોના બિહાર બંધની ખાસી અસર જોવા મળી છે. પીરોના લોહિયા ચોક, બિહિયાંના નવોદય વિદ્યાલય વળાંકત, જગદીશપુરના નયકા ટોલા મોડ અને ચરપોખરી બ્લોક પાસે સડક જામ કરવામાં આવી છે. શેખપુરામાં બિહાર બંધના ટેકેદારો દ્વારા હાવડો-ગયા એક્સપ્રેસ ટ્રેનને રોકવામાં આવી છે અને રેલવે ટ્રેકને પણ જામ કરવામાં આવ્યો છે.

બંધના ટેકેદારોમાં ડાબેરી પક્ષો સિવાય આરજેડી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સામેલ છે. તેમણે બિહારન મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને તેમની સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા છે. નાલંદામાં આરજેડીના કાર્યકર્તાઓ દ્વારા સડક જામ કરવામાં આવી છે. દરભંગામાં ડાબેરી કાર્યકર્તાઓ દ્વારા ટ્રેન રોકવામાં આવી છે. તો મુઝફ્ફરપુરમાં દુકાનો બંધ છે.

બિહાર બંધ દરમિયાન એઆઈએસએફના કાર્યકર્તાઓએ પટનાના દરભંગા હાઉસથી ડાકબંગલા સુધી વિરોધ માર્ચ કાઢી છે. બિહાર બંધ દરમિયાન ભોજપુરમાં ડાબેરી કાર્યકર્તાઓએ કોઈલવર પુલને પણ જામ કર્યો છે. જેને કારણે બિહારથી યુપી જનારા વાહનોની લાંબી કતારો લાગી છે. બિહાર બંધ દરમિયાન સહરસામાં ડાબેરી પક્ષો અને આરજેડી દ્વારા સડક જામ કરવામાં આવી છે. સહસાના શંકર ચોકને બંધ સમર્થકોએ જામ કર્યો છે.

ભાજપ દ્વારા ડાબેરી પક્ષો દ્વારા આપવામાં આવેલા બિહાર બંધનો વિરોધ કર્યો છે. બાળકીઓ સાથે વધી રહેલી રેપ અને ગેંગરેપની ઘટનાઓ તથા મહિલાઓની સુરક્ષાની માગણી સાથે બિહાર અને કેન્દ્રની સરકારની નીતિઓ વિરુદ્ધ ડાબેરીઓ દ્વારા બિહારના તમામ જિલ્લામાં વિરોધનું એલાન કરાયું છે.

Related posts

કંગાળ પાકિસ્તાનને પણ 1.3 અબજ ડોલરની લોન આપનાર કોઈ મળ્યું ખરું…

Dharika Jansari

સઉદી અરેબિયાની ઓઇલ કંપની અરામકોએ આઇપીઓ દ્વારા 25.6 અબજ ડોલર એકત્ર કર્યા

Mayur

અયોધ્યા ચૂકાદાની ફેર વિચારણા માટે સુપ્રીમમાં વધુ છ અરજી દાખલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!