GSTV
Cricket Sports Trending

નિવેદન / ‘કિંગ’ કોહલીના કંગાળ ફોર્મ પર બોલ્યા સૌરવ ગાંગુલી, મને નથી ખબર કે તેના દિમાગમાં શું ચાલી રહ્યુ છે

હાલના સમયમાં વિશ્વના શ્રેષ્ઠ બેટસમેનોમાં સ્થાન પામતા વિરાટ કોહલી હાલમાં ખરાબ ફોર્મ સામે ઝઝુમી રહ્યો છે.કોહલીના બેટમાંથી રન નિકળી રહ્યા નથી. આઈપીએલની વર્તમાન સિઝનમાં પણ કોહલી આઠ મેચોમાં 128 જ રન બનાવી શક્યો છે.

દરમિયાન કોહલીના ફોર્મ પર બીસીસીઆઈના અધ્યક્ષ અને ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ નિવેદન આપતા એક ન્યૂઝ ચેનલને કહ્યુ હતુ કે, કોહલીની જેમ રોહિત શર્મા પણ રન કરવા માટે ઝઝૂમી રહ્યો છે પણ આ બંને મહાન બેટસમેન છે અને તેઓ જલ્દી ફોર્મમાં પાછા ફરશે. મને આશા છે કે આ બંને ખેલાડીઓ બહુ જલદી રન બનાવવાનુ શરૂ કરશે.

ગાંગુલીએ કોહલી અંગે કહ્યુ હતુ કે, મને નથી ખબર કે કોહલીના દિમાગમાં શું ચાલી રહ્યુ છે પણ મને વિશ્વાસ છે કે તે બહુ જલ્દી ફોર્મ મેળવી લેશે, તે એક શાનદાર ખેલાડી છે.

ગાંગુલીએ કહ્યુ હતુ કે, વર્તમાન સિઝનમાં કોઈ પણ ટીમ જીતી શકે છે તેવુ મને દેખાય છે. દરેક ટીમ સારૂ રમી રહી છે. બે નવી ટીમો ગુજરાત અને લખનૌનો દેખાવ સારો રહ્યો છે. ઉમરાન મલિકની ફાસ્ટ બોલિંગે તમામનુ ધ્યાન ખેંચ્યુ છે. મને લાગે છે કે, તે સૌથી અલગ સાબિત થયો છે.

READ ALSO

Related posts

પહેલીવાર ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળશે મિસ યુનિવર્સ સુષ્મિતા સેન, આ વેબ સિરીઝમાં કરશે કામ

Hemal Vegda

‘થોડીક તો શરમ રાખો’: અભિષેકની સેલ્ફી લેવા ટોળું જામતાં જયા નારાજ, બધાને તતડાવ્યાનો વીડિયો વાયરલ

Hemal Vegda

નવી રણનીતિના સંકેત! / POK અંગે અમેરિકાનું વિવાદાસ્પદ નિવેદન, US રાજદૂતે ગણાવ્યું આઝાદ કાશ્મીર

Hemal Vegda
GSTV