GSTV

સુશાંત સિંહના પિતાએ આ તારીખે જ મુંબઈ પોલીસને કહ્યું હતું કે, મારા પુત્રના જીવને છે જોખમ

સુશાંત સિંહ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં પિતા કે.કે.સિંહે એક વીડિયો નિવેદનમાં જાહેર કર્યું છે કે તેમણે 25 ફેબ્રુઆરીએ મુંબઈ પોલીસને ચેતવણી આપી હતી કે તેમના પુત્રનો જીવ જોખમમાં છે. સુશાંતના પિતાએ આ વિડિઓમાં કહ્યુ છે કે, 25 ફેબ્રુઆરીના રોજ જ મેં બાંદ્રા પોલીસ ને જાણ કરી કે સુશાંતનો જીવ જોખમમાં છે. 14 જૂનના રોજ તેનું નિધન થયું.

સુશાંત સિંહ કેસમાં રોજે રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હવે સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે.. તાજેતરમાં જ બિહાર પોલીસે સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટની વિગતો કૂપર હોસ્પિટલ પાસેથી માંગી હતી. ત્યારે તેમને આ વિગતો મળી ન હતી. જો બાદમાં બિહાર પોલીસે પીએમ રિપોર્ટની વિગતો એકત્ર કરી હતી. સૂત્રો મુજબ આ રિપોર્ટમાં મહત્વની જાણકારી ઉપલબ્ધ નથી. જે અન્ય કોઇ પણ રિપોર્ટમાં હોય છે.. રિપોર્ટ પ્રમાણે 14 તારીખની રાત્રે સાડા અગ્યારથી 12.30 વાગ્યા સુધી પોસ્ટમોર્ટમ થયું જે ખોટું છે. સામાન્ય રીતે રાત્રીના સમયે પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી. આ ઉપરાંત તેમાં સુશાંતના મોતનો સમય પણ આપવામાં આવ્યો નથી.

READ ALSO

Related posts

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel

શ્રમ કાયદામાં સુધારા બિલને સંસદમાં મળી મંજૂરી, મોદીએ કહ્યું- વિકાસ આગળ વધશે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!