અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન પર દેશને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે ડેમોક્રેટ્સ અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનનું તંત્ર અમેરિકાને બરબાદ કરી રહ્યું છે. ટ્રમ્પે ઓહાયોમાં એક રેલીમાં કહ્યું કે સત્ય એ છે કે ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ હતી અને ચોરી થઈ હતી. હવે આપણો દેશ નાશ પામી રહ્યો છે. આપણો દેશ નરકમાં જઈ રહ્યો છે. ટ્રમ્પે હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે જોડાયેલી કેટલીક વિચિત્ર ઘટનાઓને યાદ કરીને તેમની મજાક ઉડાવી હતી.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે અમારી પાસે અત્યારે એક એવા પ્રમુખ છે જેમને શું થઈ રહ્યું છે તેની બિલકુલ જાણ નથી. તે પવન સાથે હાથ મિલાવી રહ્યા છે, તે આશ્ચર્યચકિત થઈને ફરી રહ્યા છે અને ઈસ્ટર રેબિટ પાસેથી આદેશ મેળવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બાઈડેન આ બધું એવા સમયે કરી રહ્યા છે કે જ્યારે પુતિન પરમાણુ શસ્ત્રો વિશે વાત કરવા અને વિશ્વને નષ્ટ કરવા સિવાય કંઈ નથી કરી રહ્યા.

વધુમાં કહ્યું કે યુએસમાં પેટ્રોલના ઊંચા ભાવ અને રેકોર્ડ ફુગાવા માટે વર્તમાન વહીવટીતંત્ર જવાબદાર છે. થોડા દિવસો પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ફરીથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
READ ALSO
- પાકિસ્તાન કંગાળ થશે તો કેવી થશે હાલત? જાણો, ડિફોલ્ટર થયા પછી શું થશે!
- અમીરોને બખ્ખાં / મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો વચ્ચે બજેટમાં ધનિકોને લ્હાણી, મહત્તમ ટેક્સ 4 ટકા ઘટ્યો
- ‘ગંદી બાત’ ફેમ ફ્લોરા સૈનીએ શેર કરી, આંચકાજનક દાવો કર્યો
- સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 10 વર્ષથી નાસતા ફરતા હત્યારાની ઓરિસ્સાથી કરી ધરપકડ
- મોદી સરકારની પેરિસ ઓલિમ્પિક પર નજર, સ્પોર્ટ્સ બજેટમાં 27 ટકાનો વધારો, જાણો વિગતો