GSTV
Gujarat Government Advertisement

ભારતને AFTF પેનલના સભ્યપદેથી હટાવવા કાવતરું, એશિયામાંથી અન્ય કોઇ પણ દેશ પસંદ કરો પણ ભારત નહીં ચાલે તેવી પાક.ની શેખી

pakistan on high alert

Last Updated on March 11, 2019 by Mayur Vora

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભારતે કેટલાક આક્રામક પગલા ભર્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાન ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવા લાગ્યું છે. પાકિસ્તાને એફએટીએફ પેનલ એટલે કે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સમાંથી ભારતનું નામ કાઢી નાખવાનું દબાણ વધાર્યું છે.

આ માટે પાકિસ્તાને પેરિસ સ્થિત આ આંતરરાષ્ટ્રીય બોડીને એક પત્ર લખીને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે અને માગણી કરી છે કે ભારતનું નામ એફએટીએફ પેનલમાંથી કાઢી નાખે. 

ગયા વર્ષે જૂન માસમાં ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુક્યું હતું. પાકિસ્તાન આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું હોવાતી એફએટીએફએ આ કાર્યવાહી કરી હતી. જેને પગલે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે અને હવે ભારતને પણ આ સંગઠનમાંથી બહાર રાખવાની માગણી કરી છે. 

આ સંગઠન વિવિધ દેશો દ્વારા બનાવવામાં આવ્યું છે, જે પાકિસ્તાન સહીતના એવા દેશો પર નજર રાખી રહ્યું છે કે જે આતંકીઓને નાણાકીય મદદ કરી રહ્યા છે. અમેરિકાએ પણ અગાઉ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તે આતંકીઓને મળતી આર્થિક સહાયને બંધ કરે.

પુલવામા હુમલા બાદ પણ અમેરિકાએ ભારતનો સાથ આપ્યો છે, જેને પગલે પાકિસ્તાનના પેટમા દુખવા લાગ્યું છે. પાકિસ્તાનના નાણા પ્રધાન અસદ ઉમરે એફએટીએફના પ્રમુખ માર્શલ બિલિંગસ્લીને પત્ર લખ્યો છે અને એશિયામાં ભારત સીવાય કોઇ પણ દેશને આ સંગઠનમાં સામેલ કરવામાં આવશે તો અમને વાંધો નથી.

ભારત હાલ કો ચેર તરીકે આ સંગઠનમાં જોડાયેલુ છે જેને પગલે પાકિસ્તાનને પેટમાં દુખવા લાગ્યું છે. આ પદ પરથી હટાવવાની માગણી પાકિસ્તાન કરી રહ્યું છે.  પાકિસ્તાનના નાણા પ્રધાન અસદ ઉમરે કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના મિત્રો દેશની પણ મદદ લેશે અને ભારતને એફએટીએફ પેનલમાંથી હટાવીને જ રહેશે.

થોડા દિવસ પહેલા જ ભારતે પાકિસ્તાનને ડોઝિયર સોપ્યું હતું જેમાં પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા સોપ્યા હતા, સાથે મસુદ અઝહર સહીતના આતંકીઓ સામે કાર્યવાહીની માગણી કરી હતી. આ પરિસ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાન એક તરફ આતંકીઓ સામે કાર્યવાહીનું નાટક કરી રહ્યું છે બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવા હવાતીયા મારી રહ્યું છે.

Gujarat Government Advertisement

Related posts

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!