GSTV
Gujarat Government Advertisement

ધ્યાન આપો/ ‘Corona આવશે ત્યારે જોયુ જશે’ આવું વિચારી રહ્યા છો? એક્સપર્ટનું આ નિવેદન વાંચીને ફફડી ઉઠશો

Corona

Last Updated on September 28, 2020 by Arohi

કોરોના (Corona) વાયરસ એક્સપર્ટે મહામારીની ત્રીજી લહેરની ચેતાવણી આવી છે. જોકે દુનિયામાં અત્યાર સુધી એ વસ્તુ વિચારવા માટે સ્પષ્ટ નિયમ નથી કે કઈ સ્થિતિમાં કોરોનાના મામલા વધવાને એક નવી લહેર કહી શકાય. ત્યાં જ બ્રિટનના એડિનબર્ગ યુનિવર્સિટીમાં સંક્રામક રોગોના પ્રોફેસર માર્ક વુલહાઉસે કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર સંભવ છે.

લોકડાઉન કરવાથી નથી જતો રહેતો Corona

એક રિપોર્ટ અનુસાર બ્રિટિશ કોરોના એક્સપર્ટ માર્ક બુલહાઉસનું કહેવું છે કે લોકડાઉન કરવાથી કોરોના ખતમ નથી થઈ જતો. પરંતુ સમસ્યા થોડી આગળ વધી જાય છે. જણાવી દઈએ કે બ્રિટનમાં ફરી વખત કોરોનાના મામલા વધી રહ્યા છે અને ફરીથી દેશમાં નેશનલ લોકડાઉનનો ખતરો પેદા થઈ ગયો છે.

Corona

કડક પગલાં ભરવાથી સંક્રમણ ઓછુ થઈ જશે

પ્રોફેસર માર્ક બુલહાઉસનું કહેવું છે કે નજીકની આફતને રોકવા માટે કડક પગલા ભરવા જોઈએ જેથી હાલ સંક્રમણ ઓછુ થઈ જાય. પરંતુ તેનાથી વાયરસ ભગતો નથી. એક શોમાં ભાગ લેતી વખતે પ્રોફેસરે બ્રિટનના સંદર્ભમાં કહ્યું કે પછી આકલનમાં પણ સપ્ટેમ્બરમાં ફરી લોકડાઉનની જરૂર જણાવવામાં આવી હતી.

Coronaની ત્રીજી લહેર પણ આવશે?

જ્યારે પ્રોફેસર માર્ક વુલડાઉસને પુછવામાં આવ્યું કે શું કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. તેમણે કહ્યું કે હા તે જરૂરથી સંભવ છે. તેમણે જણાવ્યું કે જો લાગે છે કે આવતા 6 અથવા 12 મહિનામાં વેક્સીન નહીં આવે તો અમે વૈકલ્પિક રસ્તો તપાસ કરવાની જરૂર પડશે. જેવા કે મોટી જનસંખ્યા માટે ટેસ્ટિંગની વ્યવસ્થા કરવી વગેરે.

Corona

હાલ Coronaના મામલા આવવા પૂર્વાનુમાન અનુસાર જ છે

બ્રિટિશ કોરોના વાયરસ એક્સપર્ટે જણાવ્યું કે હાલના સમયમાં યુનિવર્સિટીમાં કોરોના વાયરસના ઘણા મામલા આવવા પુર્વાનુમાનના અનુસાર જ છે. જણાવી દઈએ કે બ્રિટનમાં કોરોના વાયરસથી 4 લાખ 34 હજાર લોકો જ સંક્રમિત થઈ ગયા છે પરંતુ 41 હજારથી વધુ લોકોના મોત થઈ ગયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એક Aadhaar Card કેટલા સિમકાર્ડ ખરીદી શકાય છે? જાણો તમારા આધાર પર કેટલા નંબર છે લિંક

pratik shah

ખતરો વધ્યો/ કોરોનાના ઘટતા કેસો વચ્ચે 4 રાજ્યોમાં ડેલ્ટા પ્લઝે દીધી દસ્તક, ત્રીજી લહેર આવી તો ભયંકર ખાનાખરાબી સર્જાશે

Bansari

આ આલિશાન ઘરોમાં રહે છે માર્ક ઝુકરબર્ગ, 1,400 એકર જમીન અને 10 આલિશાન ઘરોના છે માલિક

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!