GSTV
Coronavirus Gujarat Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

વાલીઓ ધ્યાન આપે: રાજ્યમાં શાળાઓ ખૂલવા અંગે કેબિનેટનો મોટો નિર્ણય, 21 સપ્ટેમ્બર બાદ પણ સ્કૂલો રહેશે બંધ

રાજ્યમાં શૈક્ષણિક કાર્યને લઈને કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 21મી સપ્ટેમબરથી શાળાઓ ખોલવા માટે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે તેવી ગાઈડલાઈન હતી. જેને ફોલો કરતા ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ જાહેરતા કરી કે ગુજરાતમાં 21મી સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે નહીં. રાજ્યમાં હજુ કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે ત્યારે બાળકો સામે જોખમ ઊભું ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં 21મી સપ્ટેમ્બરથી શૈક્ષણિક કાર્ય ચાલુ ન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો છેલ્લા 15 દિવસથી સતત 1,300 પ્લસ આવી રહ્યા છે.

ગુજરાતમા ૨૧ સપ્ટેમ્બર પછી ધોરણ ૯થી ૧૨ માટે શાળાઓ નહી ખૂલે. ભારત સરકારે અનલોક ૪ની ગાઇડલાઇનમા રાજ્યોને નિર્ણય કરવા કહ્યુ હતુ. જેની SOP હમણાં જાહેર થઇ છે. રાજ્યની કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શૈક્ષણિક કાર્યને રાબેતામુજબ કરવા માટે 21મી સપ્ટેમ્બરથી શરુ કરવું કે નહીં તેને લઈને ચર્ચા વિચારણા થઈ હતી. જેમાં હાલમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ જોતાં શૈક્ષણિક કાર્ય ચાલુ કરવું જોખમી લાગતાં હજુ શાળાઓ ન ખોલવાનો નિર્ણય લીધો છે.

રાજ્યમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે. બાળકોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું શાળાઓ માટે પણ માથાનો દુખાવો બની શકે છે. હાલની સ્થિતિમાં કોરોના સંક્રમણને પગલે મુશ્કેલી પેદા થઈ શકે છે. જેથી રાજ્ય સરકારે હાલ પુરતી તો સ્કૂલો બંધ રાખવા માટેનો નિર્ણય લીધો છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari

વંદે ગુજરાતમાં અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી, ખબર છે કે ફરી મંત્રી નથી બનવાના

Binas Saiyed

રાજીવ ગુપ્તાની નિવૃત્તિ પછી કેટલાક IAS અધિકારીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હવાલો જોઈએ છે

GSTV Web Desk
GSTV