નાણાં મંત્રાલયના જણાવ્યાં અનુસાર ઓક્ટોબર મહિનામાં તહેવારોની સિઝન દરમિયાન સરકારી બેંકોએ વિક્રમજનક ૨.૫ લાખ કરોડ રૂપિયાની લોન આપી છે. વપરાશ વધારવા અને આર્થતંત્રને વેગ આપવા માટે નાણા પ્રધાન નિર્મલા સિતારમને સપ્ટેમ્બરમાં સરકારી બેંકોને ગ્રાહકો સુધી પહોંચી લોન આપવા જણાવ્યું હતું. જેના પગલે ઓક્ટોબર, 2019 દરમિયાન દેશના 374 જિલ્લાઓેમાં સરકારી બેંકો દ્વારા ઠેર ઠેર લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેકિંગ ફાઇનાન્સ કંપની(એનબીએફસી)ને 19,627.26 કરોડ રૂપિયા આપવામાં આવ્યા
ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારી બેંકોએ ઓક્ટોબર મહિનામાં 2,52,589 કરોડ રૂપિયાની લોન આપી હતી. જે પૈકી 1,05,599 કરોડ રૂપિયા નવી ટર્મ લોન તરીકે અને 46,800 કરોડ રૂપિયા નવી વર્કિગ કેપિટલ લોન તરીકે લોન આપવામાં આવી છે. નાણાકીય સચિવ રાજીવ કુમારે એક નિવેદનમાં જણાવ્યું છે કે બેંકો પાસે પૂરતી મૂડી છે અને તે લોનની કોઇ પણ જરૃરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે. નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં નોન બેકિંગ ફાઇનાન્સ કંપની(એનબીએફસી)ને 19,627.26 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

7058 કરોડની વાહન લોન આપવામાં આવી
ઉલ્લેખનીય છે કે નાણા પ્રધાનના નિર્દેશોને પગલે ખાનગી બેંકો અને એનબીએફસી સાથે મળીને 1 ઓક્ટોમ્બરથી 9 ઓક્ટોબરમાં ૨૨૬ જિલ્લાઓમાં અને 21થી 25 ઓક્ટોબર દરમિયાન 148 જિલ્લાઓમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાણા મંત્રાલયના આંકડા અનુસાર કંપનીઓને સૌથી વધુ 1.22 લાખ કરોડની લોન આપવામાં આવી હતી. ત્યારબાદ 40,504 કરોડ રૃપિયાની કૃષિ લોન આપવામાં આવી હતી. 12,166 કરોડ રૂપિયાની હોમ લોન આપવામાં આવી હતી. 7058 કરોડની વાહન લોન આપવામાં આવી હતી. એનબેએફસીને 19,627 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતાં.
- કરણ જોહરે એક ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો, રાત્રે બેડ પર સૂતી વખતે આ ખાસ કામ કરવાનું નથી ભૂલતો
- અમિત શાહના નિવેદન પર બાંગ્લાદેશના વિદેશમંત્રીએ આપ્યો જવાબ, મહેમાન બનવા આપ્યું આમંત્રણ
- બીટકોઈન કેસમાં સંડોવાયેલા આરોપી શૈલેષ ભટ્ટને સુપ્રીમ તરફથી મોટી રાહત, આપવામાં આવ્યા આ આદેશ
- આજે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન, 309 મૂરતિયાઓ મેદાનમાં
- રસ્તા પર કિન્નરોએ મચાવ્યો આતંક, પોલીસે રોકવાની કરી કોશિશ તો ઉતાર્યા કપડાં