GSTV
Home » News » સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષો હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે સીધો જંગ હોતો નથી. પરંતુ જે ઉમેદવારો ઉભા રાખવામાં આવે છે. તે ઉમેદવારો એકબીજાને ટક્કર આપે છે.

રાજ્યમાં નવી સરકાર રચાયા બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં 1423 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી યોજાશે. 4 ફેબ્રુઆરીએ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાશે. સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ ચૂંટણીમાં પણ ઈવીએમ દ્વારા મતદાન કરી શકાશે. તો કોઈ પણ ઉમેદવાર પસંદ ન હોય તો નોટાનો ઉપયોગ કરી શકશે. ચૂંટણીની મતગણતરી 6 ફેબ્રુઆરીએ થશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ રાજ્યભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 15મી જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારો માટે ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 20મી જાન્યુઆરી છે. જ્યારે 23મી જાન્યુઆરીએ ઉમેદવારી પરત ખેંચી શકાશે.

4 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય, વિભાજનવાળી ચૂંટણીઓ હેઠળની ગ્રામ પંચાયતો

જિલ્લોગ્રામ પંચાયત
અમદાવાદ22
આણંદ125
અમરેલી38
બનાસકાંઠા9
ભરૂચ19
ભાવનગર128
દાહોદ40
ગાંધીનગર10
જામનગર226
ખેડા9
જૂનાગઢ26
કચ્છ68
મહેસાણા21
નર્મદા8
નવસારી37
પંચમહાલ31
પાટણ16
પોરબંદર9
રાજકોટ22
સુરેન્દ્રનગર10
સાબરકાંઠા71
સુરત4
તાપી14
વડોદરા190
વલસાડ13
અરવલ્લી68
મહિસાગર18
છોટા ઉદેપુર49
મોરબી16
ગીર સોમનાથ10
દેવભૂમિ દ્વારકા61
બોટાદ35

Related posts

અમદાવાદના વેપારીએ નગ્ન વીડિયો અજાણી યુવતીને મોકલ્યો અને આખરે શરૂ થયો ખેલ….

Karan

આ ઐતિહાસિક પ્રસંગનું સાક્ષી બનશે ગુજરાતનું આ શહેર, વિશ્વમાં સૌ પ્રથમ વખત 71 મુમુક્ષુ લેશે દીક્ષા

Nilesh Jethva

પત્નીએ છુટાછેડા આપતા સાવકા પિતાએ 11 વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!