અરવલ્લીના મોડાસામાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યસરકારના કર્મચારીઓને સ્વતંત્રતા દિવસની મોટી ભેટ આપી છે..તેમજ મોઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. સાતમુ પગાર પંચનો લાભ લેતા કર્મચારીઓ, પેન્શનરો સહિત નવ લાખ લોકોને તેનો લાભ મળશે. મોડાસામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ કેસરિયા રંગની પાઘડી પહેરીને દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા. સાથે અહીં હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા પણ કરાઈ.
Live: 76મા સ્વાતંત્ર્ય પર્વે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ. #સ્વતંત્રતાદિવસ https://t.co/1EERUo1xiX
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 15, 2022
સરકારી કર્મચારીઓને આપી મોટી ભેટ
સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને આ લાભ મળશે. તા-૦૧ જાન્યુઆરી ૨૦૨૨થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો ઑગસ્ટ-૨૦૨૨ બીજો હપ્તો સેપ્ટેમ્બર-૨૦૨૨ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો ઑગસ્ટ 2022માં, બીજો હપ્તો સપ્ટેમ્બર 2022ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળવાપાત્ર થશે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના લીધે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે.
4.5 લાખ લોકોને ડિજિટલ હેલ્થકાર્ડ અપાયા
સીએમ ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, ‘ગુજરાતમાં 4.5 લાખ લોકોને ડિજિટલ હેલ્થકાર્ડ અપાયા છે. ઉર્જા ઉત્પાદન ક્ષમતામાં 16 ગણો વધારો કરાયો છે. આજે અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરાયો. ગુજરાત દરેક ક્ષેત્રમાં આજે આગળ વધી રહ્યું છે. નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસની ગતિ વધી,છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતુ થયું, ગુજરાત પ્રાકૃતિક ખેતીનું કેન્દ્ર બની રહ્યું છે.’
CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ‘આપણા માટે ગૌરવની વાત છે કે દેશની આઝાદીનું બીડું ગુજરાતનાં સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીએ ઝડપ્યુ હતું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે લીધેલા વિકાસના સંકલ્પોને અમે આગળ વધારી રહ્યાં છીએ. સરદાર સાહેબે ભારતને એક કર્યુ, સરકારે દરેક વર્ગના લોકોની ચિંતા કરી છે, આરોગ્ય-શિક્ષણ ક્ષેત્રે ગુજરાત આગળ વધ્યું છે.’
Read Also
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- Grahan 2024: વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું
- જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ
- મોહમ્મદ શમી સહિત ત્રણ ખેલાડીઓને ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યા નોમિનેટ