GSTV

અગત્યનું/ પોલીસ ભરતી અને પોલીસના ગ્રેડ-પે અંગે મોટા સમાચાર, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

પોલીસ

Last Updated on October 23, 2021 by Bansari

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ ભરતી તેમજ પોલીસના ગ્રેડ-પેને લઈને વાયરલ થયેલા મેસેજને લઈને નિવેદન આપ્યું છે. આ બાબતનું વિશ્લેષણ કરવામાં આવશે અને યોગ્ય માંગ હશે તો ચોક્કસ વિચાર કરાશે. ગત રોજ ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં પોલીસ ભરતી અંગે એક નિવેદન આપ્યું હતું. જેમાં રાજ્યમાં વધુ લોકો પોલીસ ભરતીની પરીક્ષા આપે તેવું આયોજન કરાશે. આ ઉપરાંત વધુ નિર્ણય લેવામાં આવશે. પોલીસ ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી જ નહીં, પણ વધારેમાં વધારે લોકોને તક મળે એ દિશામાં સરકાર નિર્ણય લેશે.

PSI ભરતી અંગે ગૃહ રાજ્યમંત્રીનું સૂચક નિવેદન

તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે ખૂબ મોટું મન રાખીને આ નિર્ણય લીધો છે. પોલીસ ભરતીમાં પહેલા શારીરિક કસોટી લેવામાં આવશે. આ નિર્ણય યોગ્ય છે કારણકે પોલીસિંગ માટે આ સારી બાબત છે.

શારીરિક કસોટી માટે તૈયાર થઇ જાઓ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એડિશનલ ડીજીપી હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘લોકરક્ષક ભરતીની ટૂંકમાં જાહેરાત થશે. 31 માર્ચ 2021 બાદ લાયક ઠરેલ ઉમેદવારોને પણ તક મળે તે હેતુથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડે તારીખ 20/10/21 ના રોજ અરજીઓ મંગાવી છે. https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d પર અરજી કરી શકાશે. લોકરક્ષક ભરતીની જાહેરાત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે.’

Gujarat Police

અત્રે નોંધનીય છે કે, આગામી દિવસોમાં શરૂ થનારી પોલીસ ભરતીને લઈ સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં હતાં કે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક દળની ભરતી માટે એક જ શારીરિક કસોટી લેવાશે. દિવાળી બાદ નવેમ્બરમાં આ શારીરિક કસોટી યોજાશે. બંને માટે ફોર્મ ભરનાર ઉમેદવારોએ એક જ પરીક્ષા આપવાની રહેશે. આ અંગે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં માહિતી શેર કરી હતી.

રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27,847 જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય

નોંધનીય છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે માટે કોવિડના કારણે પેન્ડીંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય તે હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27,847 જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકારે આગામી 100 દિવસમાં રાજ્યમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલિજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવાં ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ (માનદ) ની મળીને અંદાજીત 27,847 જગ્યાઓ માટેની ભરતીનું આયોજન કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.’

Read Also

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં દરોમાં થશે ફેરફાર? શું સામાન્ય નાગરીકોને થશે લાભ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!