GSTV

રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા રસ્તા પર, આંદોલન કરવાની આપી ચીમકી

સુરત જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારી રેલી કાઢી માસ સીએલ પર ઉતર્યા હતા. પોતાના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા 900 જેટલા આરોગ્ય કર્મચારીઓએ રેલી કાઢી ધરણા પર બેસી ગયા હતા. મહેસાણાના જીલ્લાના આરોગ્ય કર્મચારીઓએ પગારની વિસંગતતાઓ દૂર કરવા માટે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જો તેમની માંગ નહી સ્વીકારવામાં આવે તો આગામી દિવસમાં ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જામનગર જિલ્લામાં આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.

10 જેટલા પડતર પ્રશ્નોને લઈ ધરણા કાર્યક્રમ યોજાયો હતો. તો જૂનાગઢમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ 13 જેટલી પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતર્યા હતા. સાથે તાલુકા જિલ્લા કક્ષાએ સુપરવાઇઝરની જગ્યા અપગ્રેડ કરવા કલેક્ટરને આવેદન આપ્યું હતુ. ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મીઓ પણ માસ સીએલ પર ઉતરી ધરણાનું આયોજન કર્યું. વિવિધ 13 માંગણીઓને લઈને ધરણા યોજવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!