GSTV

રાજ્યમાં 21 દિવસમાં છેલ્લા બે દિવસથી કોરોનાના નવા પોઝીટીવ કેસ કરતાં ડિસ્ચાર્જ આંકમાં થયો વધારો

રાજ્યમાંકોરોના મહામારીને કારણે મુશ્કેલીઓ સતત વધી છે. હોસ્પિટલોમાં બેડ કોરોના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. જેમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં 5 દિવસ બાદ વધુ એક વખત કોરોના દર્દીઓની સંખ્યા 1100ને પાર થઈ છે. રાજ્યમાં છેલ્લા 21 દિવસમાં છેલ્લા બે દિવસથી નવા વધતા કેસ કરતાં ડિસ્ચાર્જ આંકમાં વધારો થયો છે. છેલ્લા 19 દિવસ બાદ બે દિવસથી સતત ડિસ્ચાર્જ આંક અર્થાત સાજા થનારાની સંખ્યા વધી છે. રાજ્યમાં આજે વધુ એક વખત 1135 લોકોને ડિસ્ચાર્જ અપાયું છે. છેલ્લા 21 દિવસમાં ઓગસ્ટના 7 અને 8 તારીખે જ નવા પોઝીટીવ કેસ કરતાં ડિસ્ચાર્જ આંક વધારે છે. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં જ 2,500 લોકો સાજા થઈ ગયા છે.
રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 19 દિવસથી કોરોના સંક્રમણના કેસો 1 હજારથી વધારે આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના આંક 1101 નોંધાયા છે.

વડોદરામાં 5 હજાર તો રાજકોટમાં 2,500 થયો સંક્રમણનો આંક

રાજ્યમાં છેલ્લા 5 દિવસ બાદ ફરી એક વખત કોરોના સંક્રમણનો આંક 1,101ને પાર થયો છે. રાજ્યમાં 5 દિવસ બાદ ફરી કોરોના સંક્રમણનો આંક ઉંચકાયો છે. સુરત બાદ હવે વડોદરામાં પણ કોરોના સંક્રમણના વધુ નવા 100 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 92 અને ગ્રામ્યમાં 21 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોના સંક્રમણનો આંક 5,500ની નજીક પહોંચી ગયો છે. સુરત બાદ વડોદરામાં નવા કેસોમાં સતત વધારો થયો છે. સુરતમાં સંક્રમણનો આંક 15 હજાર થવા આવ્યો છે. રાજકોટમાં પણ 75થી વધુ નવા પોઝીટીવ કેસ આવ્યા છે. રાજકોટમાં કોરોના સંક્રમણનો આંક 2,500ને પાર થઈ ગયો છે. અમરેલીમાં પણ કોરોના સંક્રમણના કેસ વધ્યા છે. ગાંધીનગરમાં નવા 20 પોઝીટીવ કેસ આવ્યા છે.

અમદાવાદમાં સંક્રમણની સંખ્યા 28 હજારની નજીક

અમદાવાદમાં વધુ 158 નવા પોઝીટીવ કેસ આવતાં કુલ સંક્રમણની સંખ્યા 27744 થઈ છે. અમદાવાદમાં કોરોનાને કારણે મોતની સંખ્યા પણ 1625ને પાર થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થવા સાથે નવા કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. ભાવનગરમાં પણ કોરોના સંક્રમણની સંખ્યા 2 હજારની નજીક પહોંચી ગઈ છે.

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!