GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

રાજ્યમાં અત્યાર સુધી ફક્ત 5.5 ટકા જ વરસ્યો વરસાદ, જાણો છેલ્લા 5 વર્ષમાં કેવી રહી સ્થિતિ

વરસાદ

દેશમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ ગયું છે. જો કે ગુજરાતમાં અમુક વિસ્તારોને બાદ કરતા હજુ વરસાદ વરસ્યો નથી. જેના કારણે જૂન મહિનામાં સરેરાશ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. છેલ્લા 10 વર્ષમાં વરસાદની શરૂઆત ક્યારે થઇ અને છેલ્લા 5 વર્ષમાં કેટલો વરસાદ પડ્યો. આવો જોઇએ…

વરસાદ

ચાલુ વર્ષે દેશભરમાં ચોમાસું 103 ટકા રહેવાની ધારણા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આમ તો દેશમાં સત્તાવાર ચોમાસું બેસી ગયાને એક મહિનો વીતી ગયો છે. પરંતુ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોને બાદ કરતા મોટા ભાગનું ગુજરાત કોરુધાકોર છે.

આમ તો ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદનો પ્રારંભ થાય છે. ગુજરાતમાં ક્યારે વરસાદનું આગમન થયું તેના છેલ્લા 10 વર્ષના આંકડા જોઇએ તો વર્ષ 2011માં 13 જૂને ચોમાસું બેઠું. તો વર્ષ 2012માં 17 જૂને મોસમનો પહેલો વરસાદ વરસ્યો. વર્ષ 2013માં 9 જૂને મેઘરાજાનું આગમન થયું. તો વર્ષ 2014માં નિયત સમય 15 જૂને ચોમાસું બેઠું. વર્ષ 2016માં ચોમાસાના આગમનની તારીખ 22 જૂન હતી. તો વર્ષ 2017માં 12 જૂને પ્રથમ વરસાદ વરસ્યો. વર્ષ 2018માં 23 જૂને મેઘરાજાની પધરામણી થઇ. તો વર્ષ 2019માં 25 જૂનના રોજ સત્તાવાર ચોમાસું બેઠું.

જૂન મહિનામાં પડેલા વરસાદની વાત કરીએ તો વર્ષ 2020માં જૂનમાં 14 ટકા વરસાદ વરસ્યો હતો. તો વર્ષ 2021માં 12 ટકા વરસાદ થયો હતો. રાજ્યમાં સરેરાશ 34 ઇંચ વરસાદની સામે હજુ સરેરાશ બે ઇંચ જ વરસાદ થયો છે. જે કુલ વરસાદના ફક્ત 5.5 ટકા જ છે. છેલ્લાં 4 વર્ષમાં આ વર્ષે ચોમાસાની સૌથી ધીમી શરૂઆત છે.

વરસાદ

છેલ્લા 5 વર્ષના ગુજરાતના સરેરાશ વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2017માં 35.77 ઇંચ સરેરાશ વરસાદ વરસ્યો જે કુલ 112.18 ટકા છે. વર્ષ 2018માં 25.1 ઇંચ સરેરાશ વરસાદ વરસ્યો જે કુલ 76.73 ટકા છે. વર્ષ 2019માં કુલ 46.95 ઇંચ સરેરાશ વરસાદ રહ્યો જે 146.17 ટકા નોંધાયો. વર્ષ 2020માં સરેરાશ વરસાદ 44.77 ઇંચ પડ્યો જેની ટકાવારી 136.85 રહી. વર્ષ 2021માં સરેરાશ વરસાદ 32.56 ટકા વરસાદ વરસ્યો. જેની કુલ ટકાવારી 98.48 ટકા રહી છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ચોમાસાની પેટર્ન સતત બદલાતી રહી છે. જેની અસર ગુજરાત પર પણ પડી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ

Bansari Gohel

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 200 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari Gohel
GSTV