GSTV

સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગનો સપાટો, કરોડો રૂપિયાની બોગસ ખરીદી ઝડપાય

સુરતમાં ખોટી ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવીને રીફંડ મેળવતા સાત એક્સપોર્ટ્સ વિરુદ્ધ સ્ટેટ જીએસટી વિભાગે કાર્યાવાહી હાથ ધરી છે. કુલ ૧૮ સ્થળોએ સર્ચ અને સીઝરની કાયવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ ૬૪.૬૬ કરોડની બોગસ ખરીદીઓ શોધી કાઢવામાં આવી છે. આ એકમો પાસેથી કુલ રૂપિયા ૬.૫૬ કરોડની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી.

જે પૈકી ૨.૫૯ કરોડની વસુલાત કરવામાં આવી છે.નિકાસકાર વેપારીઓ જ્યારે ટેક્ષનું પેમેન્ટ કરી વિદેશમાં માલની નિકાસ કરે. તો તેમણે ભરપાઇ કરેલ IGSTની રકમનું નિયમ અનુસાર રીફંડ મળવાપાત્ર હોય છે. ભરપાઇ કરવાની થતી રકમ કેશ લેઝર કે ઇન્પુટ ટેક્ષ ક્રેડીટના લેઝરમાં ડેબીટ કરી ભરપાઇ કરી શકાય છે. આવા નિકાસકાર એકમો પૈકી કેટલાંક એકમો બોગસ વેપારીઓ પાસેથી ખરીદીઓ દશાર્વી ખોટી ટેક્ષ ક્રેડીટ મેળવતા હતા.

READ ALSO

Related posts

કોરોના મહામારીમાં નોકરી ગુમાવનારને ESIC ત્રણ મહિના સુધી અડધો પગાર આપશે, ઓનલાઈન કરી શકો છો અરજી

Nilesh Jethva

OMG: બસ ચોરી થવાની વાત સાંભળી હશે, પણ અહીં તો આખેઆખુ બસ સ્ટોપ જ ચોરી થઈ ગયું, જાણકારી આપનારને મળશે ઈનામ

Pravin Makwana

અમદાવાદ જિલ્લાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજ હેઠળ 24.06 કરોડની સહાય ચૂકવવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!