GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ભૂલથી પણ જાહેરમાં બીડી કે સીગારેટ પીતાં પકડાયા તો થશે 3 મહિનાની સજા, આ રાજ્યે લીધો નિર્ણય

મહારાષ્ટ્ર સરકારે કોરોનાની ચેપી મહામારીને નાબૂદ કરવાની સાથોસાથ જાહેરમાં થૂંકનારા અને ધૂમ્રપાન કરનારા લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના જાહેર આરોગ્ય ખાતાના પ્રધાન રાજેશ ટોપેએ કે, રાજ્યમાં કોઈ વ્યક્તિ જાહેર સ્થળોએ થૂંકશે અને ધૂમ્રપાન કરશે તેની વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી થશે. તે વ્યક્તિને છ મહિનાની જેલની સજા થઈ શકશે. આજ વ્યક્તિ આજે અપરાધ ફરીથી કરશે તો તેને બે વરસની કેદની સજા થશે. આવી સજાની જોગવાઈ ધ એપિડેમિક ડિસીઝ એક્ટ, 1897 અને ભારતીય દંડસંહિતા (ઈન્ડિયન પિનલકોડ)માં છે.

કોરોનાનો ચેપ પણ ફેલાઈ શકે છે

જાહેર આરોગ્ય ખાતાના પ્રધાન રાજેશ ટોપેએ એમ પણ કહ્યું હતું કે જાહેર સ્થળોએ થૂંકવાથી કોરોનાનો ચેપ પણ ફેલાઈ શકે છે. આ જ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે આ પ્રતિબંધિત કાયદાનો કડક અમલ કરવાનો નિર્ણય કર્યો છે. અમારો પ્રયાસ મુંબઈ અને આખા રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય અને શિસ્તબદ્ધ કરવાનો છે.

પ્રથમ વખત વ્યક્તિને 1 હજારનો દંડ

જાહેર સ્થળોએ પહેલી વખત થૂંકનારી અને ધૂમ્રપાન કરનારી વ્યક્તિએ રૂપિયા 1000, બીજી વખત અપરાધ કરનારી વ્યક્તિએ રૂપિયા 3000 અને ત્રીજી વખત અપરાધ કરનારી વ્યક્તિએ 5000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. આટલું જ નહીં, અપરાધીએ દંડ ઉપરાંત અમુક સામાજિક કાર્યો પણ ફરજિયાત કરવો પડશે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!