GSTV
Home » News » વેરહાઉસ બોર્ડ અને રાજ્ય સરકારે ચોમાસામાં સરકારી ગોડાઉનોમાં અનાજ ન બગડે તે માટે પગલા લીધાં

વેરહાઉસ બોર્ડ અને રાજ્ય સરકારે ચોમાસામાં સરકારી ગોડાઉનોમાં અનાજ ન બગડે તે માટે પગલા લીધાં

ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને લઈને સરકારી ગોડાઉનોમાં અનાજ ન બગડે તે માટે તકેદારીના ભાગરૂપે વેરહાઉસ બોર્ડ અને રાજ્ય સરકારે ખાસ પગલા લીધાં. વેરહાઉસ એકમો સીસીટીવીથી સજ્જ કરાયા છે. એપીએમસીમાં પણ ખેડૂતોનું અનાજ ન બગડે તેની તકેદારી રખાશે.

ચોમાસુ નજીક છે ત્યારે અગમચેતીને લઈને રાજ્ય સરકાર અને વેરહાઉસિંગ બોર્ડે સાવચેતીના પગલાં ભર્યા છે. બનાસકાંઠા સહિત રાજ્યના તમામ ગોડાઉનોને સીસીટીવીથી સજ્જ કર્યા છે. અને જ્યાં સરકારી અનાજનો સંગ્રહ થાય છે તેને સાચવવા માટે ખાસ સુવિધા ઉભી કરાઇ છે. વરસાદથી સરકારી અનાજ પલળે નહીં અને બગડે નહીં તેવી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી અને સરકારી ગોડાઉનોમાં સુવિધા ઉભી કરાઇ છે. અનાજ ન બગડે તે માટે માર્કેટયાર્ડના વેપારીઓ અને માર્કેટના સત્તાધીશોએ શેડ અને ટાઉન હોલ બનાવ્યા છે.

પાછલા વર્ષે બનાસકાંઠામાં ભયાનક પૂર આવ્યું હતું અને જેને કારણે સમગ્ર જિલ્લાની એપીએમસીમાં ખેડૂતોનું અનાજ પલળી ગયું હતું. તો ઘણું અનાજ તણાઈ ગયું જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતુ. શેડ અને ટાઉનહોલ બનાવતાં ખેડૂતોનું અનાજ પલળી જતાં અટકશે. વેપારીઓને વિશ્વાસ છે કે આ વર્ષે ગમે એટલો વરસાદ આવશે તો પણ ઉભી કરાયેલી સુવિધાથી ખેડૂતોનો માલ સુરક્ષિત રહેશે.

ચોમાસામાં સરકારી વેરહાઉસ અને એપીએમસીમાં તંત્રની બેદરકારીને કારણે અનાજ પલળી ગયાની બુમરાડો ઉઠતી હોય છે. સુવિધાના અભાવે સરકારી ગોડાઉનોમાં લાખો રૂપિયાનું અનાજ વરસાદમાં પલળી જાય છે. અને સડી જતું હોય છે. ત્યારે આ વખતે સરકારે પણ આગોતરું આયોજન તો કર્યું છે. જો આ આયોજન સફળ રહેશે તો લાખો ખેડૂતો અને વેપારીઓ નુકસાનમાંથી ઉગરી જશે.

Related posts

ઉત્તર ગુજરાતની આ જાણીતી બ્રાંડ પર GST વિભાગના દરોડા

Mayur

ઉત્તર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, બાળકી સહિત ચારના મોત

Arohi

શારજહાંથી યમનના બંદરે જઈ રહેલા દ્રારકાના જહાજમાં ધડાકાભેર આગ લાગી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!