GSTV

જો તમે આ ભૂલ કરી તો ફરજિયાત કરી દેવાશે રિટાયર, આ સરકારે બનાવ્યા નવા નિયમો

Last Updated on July 27, 2020 by Karan

બિહારમાં 50 વર્ષથી નાની ઉંમરના મોટાભાગના સરકારી કર્મચારીઓ પોતાનું કામ નહીં કરી શકે તો તેને ફરજીયાત રિટાયર કરી દેવામાં આવશે. સામાન્ય પ્રશાસન વિભાગે આ બાબતે તમામને ગાઈડલાઈન આપી દેવામાં આવી છે. અને પ્રધાનોને જરૂરી એકશન માટે જણાવી દેવાયું છે. કર્મચારી ઉપયોગી છે કે નહીં આ જાણવા માટે પ્રશાસનિક થોડા થોડા સમયે તે તમામની સમીક્ષા કરશે. જેના માટે એક કમિટીનું નિર્માણ કરાશે.

ત્રણ માસનો પગાર બરાબરની રકમ કે સુચના આપી દેવાશે

ત્રણ મહિના પહેલા સૂચના કે ત્રણ મહિનાનો પગાર બરાબરની રકમ દઈને 30 વર્ષની સેવા કે 50 વર્ષની ઉંમર થઈ જવા ઉપર આ પ્રકારની સેવાનિવૃતિનો સામનો કરવો પડશે. જણાવવામાં આવ્યું છે કે, કર્મચારીઓના કામ સાથે જોડાયેલા રિવ્યુ રિપોર્ટ બાદ કોર્ટના નિર્ણયનો પણ લેવામાં આવશે. જુલાઈથી ડિસેમ્બર મહિનામાં જે કર્મીઓની ઉંમર 50 વર્ષથી વધારે થનારી છે. તેવા કેસમાં તેની સમિક્ષા આ વર્ષમાં જૂનમાં કરાશે.

કોણ કોણ આવશે આ દાયરામાં

ગ્રુપ એના 5400 ગ્રેડ પે લેવલ-9ના ડેપ્યુટી કલેક્ટર અને બાકીના રાજ્ય સેવા ઓફિસર, ગ્રુપ બીના 4200 ગ્રેડ પે વાળા લેવલ 6,7 અને 8ના સુપરવાઈઝરી અને સચિવાલય સેવાના અધિકારીઓ, ગ્રુપસીના 1800 ગ્રેડ વાળા લેવલ 5 અને 6 તથાતેની નીચેના એડડીસી, યુડીસીના કર્મચારીઓ. તો નાઈટ ડ્યુટી કરનારા કેન્દ્રીય કર્મચારીઓને આ મહિનાથી જ પગારમાં વધારો મળશે. રિપોર્ટમાં જણાવ્યાં પ્રમાણે કેન્દ્રના સાતમા પગારપંચના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે કે નાઈટ ડ્યુટી કરનારાઓ માટે નાઈટ ડ્યુટી એલાઉન્સ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનીંગએ આ અંગે નિર્દેશ જાહેર કર્યો છે.

Related posts

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!