GSTV

બિનભાજપ શાસિત રાજ્યોમાં વધી રહ્યા છે રાજ્યપાલ અને સરકાર વચ્ચેના ડખ્ખા, હવે છત્તીસગઢમાં રાજ્યપાલ નારાજ થતાં આઠ બિલ રોકી રાખ્યા

પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર બાદ હવે છત્તીસગઢમાં પણ રાજભવન અને સરકાર વચ્ચે ટકરાવ થઈ રહ્યો છે. અહીં લગભગ ત્રણ મહિના પહેલા કુલપતિની નિમણૂંકને લઈને રાજ્યપાલના અધિકારોમાં કાપ મુકવાથી આ વિવાદ શરૂ થયો હતો. જે બાદ સરકારે રાજભવનમાં સચિવની નિમણૂંક પણ કરી દીધી છે. બસ્તરના કમિશ્નર રહેલા અમૃત ખલકોને કૃષિ વિભાગના સચિવ બનાવતા રાજ્યપાલના સચિવ તરીકે વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. ખલકો ગુરૂવારે બે વાર રાજભવન ગયા હતા. પણ ડ્યૂટી જોઈન કરી શક્યા નહોતા. જ્યાં રાજ્યપાલ સાથે ટકરાવ ચાલી રહ્યો છે.

નારાજ રાજ્યપાલે ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા આઠ બિલ રોકી રાખ્યા

રાજભવન અને સરકાર વચ્ચે ટકરાવ કુલપતિની નિમણૂંકને લઈને શરૂ થયો છે. રાજ્યપાલ કુશાભાઉ ઠાકરેએ યુનિવર્સિટીમાં નવા કુલપતિની નિમણૂંકના આદેશ આપ્યા હતા. જેના પર સરકારે કહ્યુ હતું કે, રાજ્યપાલે પોતાની મરજીથી કુલપતિની નિમણૂંક કરી છે. જે બાદ સરકાર વિધાનસભામાં કુલપતિની નિમણૂંક માટે બિલ લઈ આવી. જેનાથી કુલપતિની નિમણૂંકનો અધિકાર સરકાર પાસે જતો રહ્યો. જેનાથી નારાજ થયેલા રાજ્યપાલે આઠ બિલ રોકી રાખ્યા. આ બિલને પાસ કરાવવા માટે આઠ મંત્રીઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. જો કે, રાજ્યપાલે વિશેષજ્ઞોનો મત લેવાનો હવાલો આપી મંત્રીઓને પાછા મોકલી દીધા.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!