GSTV

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ 6 રાજકીય પક્ષો સાથે કરી બેઠક, મતદાર યાદી સુધારણાને લઈને કરી ચર્ચા

Last Updated on October 23, 2021 by Pritesh Mehta

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં રાજ્યના મુખ્ય 6 રાજકીય પક્ષોના સભ્યો સાથે રાજ્ય ચૂંટણી પંચની બેઠક યોજાઇ. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઇને ચર્ચા કરવામાં આવી.

ચૂંટણી

આગામી દિવસોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે ચૂંટણીના દિવસે મતદાર યાદીની ભૂલ ન થાય તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદ ઉપરાંત અધિક મુખ્ય ચૂંટણી અધિકારી આર. કે. પટેલ. અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ગાંધી. પૂર્વ મેયર બીજલ પટેલ. ભાજપના નેતા પરીન્દુ ભગત. કોંગ્રેસના જીતેન્દ્ર પટેલ સહિતના પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

યુનિયન બેન્ક છેતરપિંડી મામલો/ CBIની ટીમે રાજકોટ-ઉપલેટામાં પાડ્યા દરોડા, સર્ચમાં હાથ લાગ્યા મહત્વના દસ્તાવેજો

Pritesh Mehta

સુરતમાં યોજાયો વિક્રમી દીક્ષા મહોત્સવ / કુલ ૭૫ લોકોએ સાંસારિક જીવનનો કર્યો ત્યાગ, 14 લોકો કરોડોના આસામી

Pritesh Mehta

BU અને ફાયર સેફટી પર હાઇકોર્ટની કડકાઈ, કહ્યું: જરૂર પડે તો તે ઇમારતો તોડી પાડો, NOC વગરની ઇમારતો સીલ કરો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!