GSTV
Coronavirus Gujarat Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં Corona 1327 પોઝિટિવ દર્દીઓ સાથે 13નાં મોત, 1405 લોકો થયા સાજા

રાજ્યમાં corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં corona વાયરસના 1327 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1405 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 13 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3512 પર પહોંચી ગયો છે. તો હાલમાં 94 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 123770 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 57,513 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 47 લાખ 02 હજાર 776 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,95,081 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,94,632 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 449લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં coronaના નવા કેસની સંખ્યા- 1327
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 144027
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 13
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1405
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 123770
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 16745

સાયલા ન્યાયાલય Corona પોઝિટિવ બની

સુરેન્દ્ગનગરની સાયલા ન્યાયાલય Corona પોઝિટિવ બની હતી. મેજિસ્ટ્રેટ, રજીસ્ટાર, બેન્ચ ક્લાર્ક, ફોજદારી ક્લાર્ક સહિતના કુલ ચાર લોકોને કોરોના થયો છે. ચાર લોકો પોઝિટિવ બનતા કોર્ટની કાર્યવાહી ખોરંભાઇ હતી.

વિદ્યાર્થીઓનાં અભ્યાક્રમમાં કર્યો ઘટાડો

Coronaકાળની પરિસ્થિતિને લઈને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ અને પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ધોરણ 10 અને 12ની 21 મેના દિવસે પરીક્ષા યોજાશે.

હાઈકોર્ટે કાઢી ઝાટકણી

Corona કાળમાં રાજકીય નેતાઓ દ્વારા કોવિડ-19ની ગાઈડલાઈનના સરેઆમ ભંગ બદલ હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢી છે. ત્યારે સુરતી લાલાઓએ પણ હાઈકોર્ટે કરેલી ટિપ્પણીને લઈને નેતાઓ સામે રોષ ઠાલવ્યો હતો. સામાન્ય જનતા પાસેથી દંડ વસુલતુ તંત્ર ક્યારે નેતાઓ પાસે દંડ વસુલશે તેવો સવાલ કર્યો. કાયદો અને નિયમો સૌ કોઈ માટે એકસરખા છે,ત્યારે હાઇકોર્ટનો નિર્ણય બીલકુલ યોગ્ય છે. જ્યાં Coronaની સ્થિતિને ધ્યાનમાં રાખી સૌ કોઈએ આ નિયમોનું સારી રીતે પાલન કરવું પણ જવાબદારી બને છે. તેમ પણ સુરતીલાલા કહેતા જોવા મળ્યા.

અમદાવાદના મેયર ભૂલ્યા ભાન

અમદાવાદના મેયર બિજલ પટેલ ફરી એક વખત Coronaકાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલ્યા છે. અને આ અંગે તેઓએ જવાબ આપવાની જગ્યાએ બે હાથ જોડી આભાર કહી જવાબ આપવાનું ટાળ્યુ છે. બાયો-ડાયવર્સિટી પાર્કના લોકાર્પણ પ્રસંગે મેયર સહિત કોર્પોરેશનના આગેવાનો સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલ્યા હતા. બાયોડાવર્સિટી પાર્કના લોકાર્પણ પ્રસંગે રિબિન કાપતા દો ગજની દૂરીને નેતાઓ ભૂલ્યા હતા.

NCP નેતાએ Coronaના નિયમો નેવે મુક્યા

ભાજપ-કોંગ્રસ બાદ હવે એનસીપીના નેતા રેશ્મા પટેલે પણ કોવિડ-19ના નિયમો નેવે મુક્યા છે.સુરતના સરથાણામાં તેઓ કાર્યક્રમમાં માસ્ક વિના જોવા મળ્યા હતા. હાથરસની ઘટનાના વિરોધમાં એનસીપીનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તેઓ માસ્ક વિના નજરે પડ્યા.

READ ALSO

Related posts

મોટા સમાચાર / ફ્લેટ પર પડ્યો મેટ્રો રેલનો લોખંડનો પિલર, ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ

Hardik Hingu

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ

Zainul Ansari
GSTV