GSTV

રાજ્યમાં Coronaકાળમાં અત્યાર સુધીમાં 3322 લોકોનાં થયા મોત, તો સંક્રમિતોનો કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો

રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona વાયરસના સૌથી વધારે 1407 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1204 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 17 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3322 પર પહોંચી ગયો છે. તો હાલમાં 92 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 103775 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 60,687 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 38 લાખ 469 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 6,16,817 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 6,16,399 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 418 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા -1407
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 1,23,337
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ- 17
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા -1204
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 1,03,775
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 16240

કોંગ્રેસનાં 3 ધારાસભ્યોને થયો Corona

કોરોના મહામારી વચ્ચે સોમવારથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ પહેલા તમામ ધારાસભ્યોના Corona ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય Coronaથી સંક્રમિત હોવાનું જણાયું. લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમર, વ્યારાના ધારાસભ્ય પૂના ગામિત, ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલનો Corona રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

સ્ટેટ IBના 5 અધિકારીઓને થયો Corona

સ્ટેટ આઈ.બીના પાંચ અધિકારીઓનો Corona રિપોર્ટ પોઝેટીવ આવ્યો. ગાંધીનગર પોલીસ ભવન ખાતે આઈ.બીના વડા અનુપમસિંહ ગેહલોતે થોડાક દિવસો અગાઉ મિટિંગ બોલાવી હતી. એસપી રેન્ક તથા પીઆઇ કક્ષાના અધિકારીઓ Coronaગ્રસ્ત થયા છે.

રાજકોટમાં 21 Coronaનાં દર્દીઓનાં મોત

રાજકોટમાં Coronaનો કેર યથાવત છે. આજે વધુ 21 દર્દીનાં Coronaથી મોત થયા હતા. 24 કલાકમાં 21 દર્દીઓનાં મોત થયા હતા.ગઈ કાલે 23 દર્દીઓના મોત થયા હતા.રાજકોટ જિલ્લામાં Corona બેફામ બન્યો છે.જો કે મોત અંગેનો અંતિમ નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.

કાણોદરમાં Coronaનાં 50 પોઝિટિવ કેસ

પાલનપુરના કાણોદર ગામે Coronaનો કેર સામે આવ્યો છે. ગામમાં Coronaના 300 ટેસ્ટ કરવામાં આવતા તેમાંથી ૫૦ કેસ Corona પોઝીટીવ આવ્યા છે. જેને પગલે ગામલોકોમાં ફફડાટ ફેલાયો અને ગામલોકોએ સ્વયંભૂ બંધ જાહેર કરી કામ વગર બહાર ના નીકળવા લોકોને અપીલ કરી હતી.

READ ALSO

Related posts

જૂનાગઢ/ રોપ વેની ટિકિટના ભાવ ઘટાડવા માટે રક્તરંજિત સહી ઝૂંબેશ ઉપાડી, કરી રહ્યા છે ભારે વિરોધ

Pravin Makwana

એન્ટ્રી ઓપરેટરના ઘરેથી 62 કરોડ રૂપિયા મળ્યા, આઈટીના દેશભરમાં 42 જગ્યા પર સામૂહિક દરોડા

pratik shah

ગિરનારા રોપ-વેના ભાવનો પ્રચંડ વિરોધ થતાં ભાડામાં કર્યો મામૂલી ઘટાડો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!