રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1136 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1201 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 7 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3670 પર પહોંચી ગયો છે. તો હાલમાં 72 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,46,308 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,923 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 55,85,445 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,43,432 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 5,43,432 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 256 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1136
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 1,64,121
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 07
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1201
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 1,46,308
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14,143

ગુજરાતનો સુપરસ્ટાર કોરોનાની ઝપેટમાં
ગુજરાતમાં કોરોનાના રોજ 1 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ અનેક નેતા અને અભિનેતા તેની ઝપેટમાં આવ્યા છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયા પણ તેની ઝપેટમાં આવ્યા હતા. જેની સારવાર હાલમાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં ચાલી રહી છે.

નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી
તો બીજી તરફ યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી આજે નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી છે. જેમાં તે ઓક્સિજન માસ્ક સાથે નજરે પડી રહ્યા છે. તો આ અંગે તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ એક તસવીર ટ્વીટર પર શેર કરીને નરેશ કનોડિયાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. સંતાનમાં તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝનો સ્ટાર છે.

સિટી સ્કેન દરમિયાન કોરોના વાયરસ હોવાનું પણ સામે આવ્યું
નરેશ કનોડિયા કોરોના પોઝીટીવ આવ્યાં ત્યારે હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે પાપાને કોરોના વાયરસના લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો ત્યાર બાદ સિટી સ્કેન દરમિયાન કોરોના વાયરસ હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઇને તેમની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ પહેલા પ્રતિક ગાંધી, જયશ્રી પરીખ, કિરણ કુમારને પણ કોરોના થયો હતો. આ બધા કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
READ ALSO
- લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ
- સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ
- Post Office Recruitment 2022 : ભારતીય ટપાલ વિભાગમાં એક લાખથી વધુ જગ્યાઓ ખાલી, બહાર પડ્યું જાહેરનામું
- શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો
- ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ