GSTV

રાજ્યમાં Coronaનાં છેલ્લાં 24 કલાકમાં 1411 પોઝિટિવ દર્દીઓ સાથે 10નાં મોત, 1231 લોકો થયા સાજા

કોરોના

રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona વાયરસના સૌથી વધારે 1411 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1231 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 10 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3419 પર પહોંચી ગયો છે. તો હાલમાં 86 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 113140 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 60,357 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 42 લાખ 32 હજાર 408 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 6,05,868 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 6,05,420 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 448 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા – 1411
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 133219
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 10
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1231
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 1,13,140
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 16660

Coronaને લઈ રાહતના સમાચાર

વૈશ્વિક મહામારી Coronaને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતમાં Corona હવે ધીમો પડી રહ્યો હોવાના પ્રારંભિક સંકેતો મળ્યા છે. છેલ્લા એક અઠવાડીયામાં કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. દેશના અમુક રાજ્યોમાં Coronaના કેસોમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો જેમાં બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં 15થી 40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જોકે ગુજરાતમાં હજુ પરિસ્થિતિ યથાવત છે.

રાજકોટમાં Coronaથી 9નાં મોત

Coronaના કેર વચ્ચે રાજકોટવાસીઓ માટે થોડા રાહતના સમાચાર છે. રાજકોટમાં Coronaના સંક્રમણને લીધે થતા મોતમાં ઉત્તરોતર ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં 9 દર્દીઓના મોત થયા છે. જ્યારે કે ગતરોજ કુલ 15 દર્દીઓ મોતને ભેટ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમાં Coronaથી મોતના આંકડા સતત ઘટી રહ્યા છે. એ પહેલા અનેક દિવસો સુધી દરરોજ સરેરાશ 25 થી 30 લોકોના મોત થતા હતા.

અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રિના ગરબા નહીં રમાય

Coronaની મહામારીને કારણે જગતજનની મા અંબાના ધામ અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રિના ગરબા નહીં રમાય. અંબાજીમાં સતત વધતા કેસ તેમજ Coronaનું સંક્રમણ વધવાની ભીતિને કારણે ચાલુ વર્ષે નવરાત્રિ દરમ્યાન ચાચર ચોકમાં ગરબા નહીં રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે નવરાત્રિ દરમ્યાન શ્રદ્ધાળુઓ ફક્ત દર્શન કરી શકે તે માટે તંત્ર વિચારણા કરી રહ્યું છે.

ભુજનાં કોટડા ઉગમણા ગામે 27 પોઝિટિવ કેસ

કચ્છ જિલ્લામાં વધતા Corona સંક્રમણ વચ્ચે ભુજ તાલુકાના કોટડા ઉગમણા ગામે Coronaનો વિસ્ફોટ થયો હતો. એક સાથે ર૭ પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું હતુ. ૬ ઓક્ટોબર સુધી ગામમાં લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. આજથી ગામમાં લોકડાઉનની અમલવારી થતા ગામની બજારો સુમસામ જોવા મળી હતી.

સુરતમાં હીરાનાં કારખાનામાં 3 પોઝિટિવ કેસ

સુરતના કતારગામના હીરાના કારખાનામાં 3 Corona પોઝિટિવ કેસ મળતા મનપા દ્વારા સીલ કરવામાં આવ્યું. સૂર્ય વંદના બિલ્ડીંગમાં આવેલું હીરાનું કારખાનું સીલ કરવામાં આવ્યું. આ જ બિલ્ડીંગમાં અન્ય કારખાના માલિકને સોસીયલ ડિસ્ટન્ટના અભાવને લઈ 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

ગિરનાર રોપ-વે સામાન્ય લોકો માટે નહિ પરંતુ માત્ર પૈસાદારો માટે જ છે, જોઈ લો આ આંકડા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!