GSTV
Coronavirus Gujarat Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 1137 થઈ તો 1180 સાજા થયા અને 9 દર્દીઓનાં થયા મોત

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1137 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1180 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 9 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3663 પર પહોંચી ગયો છે. તો હાલમાં 75 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,45,107 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,986 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 55,32,522 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,38,809 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 5,38,553 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 256 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1137
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 162985
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 09
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1180
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 1,45,107
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14215

રાજકોટમાં 8 દર્દીઓનાં મોત

રાજકોટમાં કોરોનાનો કેર અટકવાનું નામ નથી લઇ રહ્યો,ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે 8 દર્દીઓના મોત થયા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.

દાંતાનાં આદિવાસીઓનો કોરોનાને લઈને અનોખો સંદેશ

એક તરફ શહેરના શિક્ષિત લોકો કોરોનાની બિમારીને હળવાશથી લઇ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પૂરતું પાલન નથી કરી રહ્યા. તો બીજી તરફ દાંતાના અંતરિયાળ વિસ્તારના અશિક્ષિત એવા આદિવાસી લોકો કોરોના પ્રત્યે ગંભીર છે. દાંતાના આદિવાસીઓએ કોરોનાની મહામારીમાં અનોખો સંદેશ આપ્યો છે. સ્થાનિકોએ આદિવાસી ભાષામાં ગીત ગાઇને કોરોનાને ભગાડવાનું આહ્વાન કર્યું છે.

સોમવારે, એમેરિકામાં 58,300 કોરોના ચેપના દર્દીઓ મળી આવ્યા હતા, જે ઓગસ્ટ પછીના સૌથી વધુ છે. એક અઠવાડિયામાં નવા કેસનો સરેરાશ આંકડો વધું છે. 22 જુલાઈએ, 67,200 ચેપી દર્દીઓ મળ્યાં હતા. જે એક દિવસમાં સૌથી વધુ છે. જો કે, 12 સપ્ટેમ્બરથી, સરેરાશ દૈનિક નવા કેસોમાં 70 ટકાનો વધારો થયો છે. અમેરિકાના મિડવેસ્ટ, ગ્રેટ પ્લેઇન્સ અને પશ્ચિમના ભાગોમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગયા અઠવાડિયે કોવિડ -19માં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ટોચને પાર કરનારા 14 રાજ્યો છે. ડો. ફ્રાન્સિસ કોલિન્સ કહે છે કે આ રોગની સૌથી મોટી સમસ્યા એ છે કે લોકોને ખબર નથી હોતી કે તે ક્યારે ફેલાય છે અને તેમાંથી એક પછી, તે બીજામાં ચેપ લાગે છે. તેને રોકવા માટે ફક્ત માસ્ક પહેરી શકીએ છીએ, સામાજિક અંતર રાખી શકીએ છીએ. તે શિવાય બીજો કોઈ ઉપાય નથી. આપણે વાયરસથી કંટાળી ગયા હોવા છતાં વાયરસ આપણાથી કંટાળતો નથી. તે વારંવાર આપણી પાસે આવી રહ્યો છે.

READ ALSO

Related posts

લમ્પી વાયરસ : 24 કલાકમાં 2517 કેસ તો 110 પશુનાં મોત, 24 જિલ્લામાં હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ

Zainul Ansari

સરકાર જવાબ આપે : 3 દિવસમાં પકડાયું 833 કિલો મેડ ઈન ગુજરાત ડ્રગ્સ

Zainul Ansari

ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ

Zainul Ansari
GSTV