GSTV

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 1402 Corona પોઝિટિવ દર્દીઓ સાથે 16 લોકોનાં મોત, 1321 સંક્રમિતો થયા સાજા

કોરોના

રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona વાયરસના સૌથી વધારે 1402 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1321 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 16 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3355 પર પહોંચી ગયો છે. તો હાલમાં 92 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 106412 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 62,097 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 39 લાખ 24 હજાર 463 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 6,18,909 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 6,18,481 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 428 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા – 1402
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 126169
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ -16
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1321
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 106412
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 16402

માણેકચોકમાં 20 વેપારીઓને થયો Corona

અમદાવાદમા માણેકચોકમા આવેલ વાસણબજારમા પ્રમુખ સહિત 20 વેપારીઓને Corona પોઝીટીવ આવતા  વેપારીઓમા ભય ફેલાયો છે. વેપારીઓ વધુ સતર્ક પણ બન્યા છે. માર્કેટમાં વેપારનો સમય ઘટાડી દેવામા આવ્યો છે. બજારનો સમય 10થી 8 હતો જે ઘટાડી 6 વાગ્યાનો કરી દેવામા આવ્યો છે.

રાજકોટમાં 19 દર્દીઓનાં થયા મોત

Coronaનો કહેર યથાવત છે, ત્યારે રાજકોટમાં આજે વધુ 19 દર્દીઓના મોત નિપજ્યા છે. છેલ્લાં 24 કલાકમાં 19 દર્દીઓના મોત નિપ્યા છે. ગઈકાલે 21 દર્દીઓના મોત થયા હતા. જેમાં ડેથ ઓડિટ કમિટી રિપોર્ટમાં એક પણ મોત Coronaથી નહીં થયાનો ઉલ્લેખ છે. રાજકોટ જિલ્લામાં Coronaનો કહેર યથાવત છે ત્યારે રાજકોટમાં થયેલા મોત અંગેનો અંતિમ નિર્ણય ડેથ ઓડિટી કમિટી લેશે.

અંબાજી મંદિરમાં કર્મચારીને થયો Corona

અંબાજી મંદિરના મહિલા કર્મચારીનો રીપોર્ટ Corona પોઝીટીવ આવતા કર્મીઓમાં ભય ફેલાયો. અંબાજી મંદિરના મહિલા કર્મચારીનો રીપોર્ટ Corona પોઝીટીવ આવતા હોમ કોરેન્ટાઇન થયા. ઉલ્લેખનીય છે કે અંબાજીમાં Coronaનું સંકટ સતત વધી રહ્યું છે

બરોડા SSG હોસ્પિટલનાં કર્મચારીને થયો Corona

વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ ફરીવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં ખુદ Corona વોરિયર્સની સારવારમાં ડખા થયા છે. સુપરવાઈઝર પ્રકાશ રાઠોડને સારવાર માટે ચાર કલાક સુધી રળઝળવું પડ્યુ. પ્રકાશ રાઠોડનો  Corona રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાત કલાક પછી એક ગોળી આપવામાં આવી. તો બીજી તરફ સુપરવાઈઝરને સારવાર ન મળતા કોવિડ વોર્ડના  કોન્ટ્રાકટ કર્મીઓએ હોબાળો મચાવ્યો.. ત્યારે  આ મામલે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનું કહેવુ છે કે, સુપરવાઈઝરને સારવાર ન મળે તો અમારું શું થશે?

READ ALSO

Related posts

વલ્લવપુરમાં અપહરણ કરાયેલ પિતા-પુત્ર મામલે થયો ચોંકાવનારો ખુલાસો

Nilesh Jethva

અર્જુન મોઢવાડિયાએ સીઆર પાટીલ પર લગાવ્યો મોટો આક્ષેપ, ગુજરાતમાં ભાઈનું નહી ભાઉ કહે તેમ ચાલે છે

Nilesh Jethva

અમદાવાદના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરના આ ટ્રસ્ટીએ વિવાદોને લઇને આપ્યું રાજીનામું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!