રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 809 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1102 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 4 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3693 પર પહોંચી ગયો છે. તો હાલમાં 61 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.

ગુજરાતમાં આજ દિવસ કુલ 1,50,650 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 51,046 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 57,93,788 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,24,602 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 5,24,385 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 217 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા- 908
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 168081
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 04
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1102
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 150650
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા -13738

ભારતમાં ભલે કોરોના મહામારીની ગતી ધીમી પડી હોય પરંતુ અમેરીકા, ફ્રાંસ અને બ્રિટેનમાં આ મહામારીનો કહેર ઓછુ થવાનુ નામ નથી લઈ રહ્યો. અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તમામ દાવાઓ બાદ પણ અમેરીકામાં કોરોના વાઈરસ ફરી એક વાર ઝડપથી વકરી રહ્યો છે. અમેરીકામાં શુક્રવારે એક દિવસમાં લગભગ 80 હજાર નવા મામલાઓ સામે આવ્યા હતા. જે મહામારીની શરુઆત કરતા પણ વધુ છે.

અમેરીકાના 50 રાજ્યોમાંથી 38 રાજ્યોમાં કોરોનાથી હાલત ખરાબ છે. તો ફ્રાંસમાં પણ કોવિડ-19 વિકરાળ સ્વરુપ લેતો જોવા મળી રહ્યો છે. ફ્રાંસમાં એક દિવસમાં 42 હજાર જેટલા કેસ સામે આવી રહ્યા છે. તો બ્રીટનમાં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે જેના કારણે લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે. મોતના આંકડાની વાત કરીએ તો અમેરીકામાં કોરોનાથી 2 લાખ 29 હજાર 284 લોકોના મોત થયા છે તો ફાંસમાં કોરોનાથી 34 હજાર 509 દર્દીઓના મોત થઈ ચુક્યા છે.
READ ALSO
- ગુજરાતમાં આમ આદમી પાર્ટીને અશોક ગેહલોતથી વાંધો કેમ છે?
- ભગવંત માને પંજાબના નેતાઓની ફ્રી રેવડી બંધ કરી
- મોટા સમાચાર / ફ્લેટ પર પડ્યો મેટ્રો રેલનો લોખંડનો પિલર, ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ
- ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ
- શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ