ગુજરાતમાં Coronaનો કહેર યથાવત રહેતા પોઝીટીવ દર્દીઓનો આંકડો 500ને પાર રહ્યો છે, ત્યારે આજે વધુ 539 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 20 દર્દીના મોત થયા છે. સાથે જ 535 દર્દી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 306 કેસ નોંધાયા છે. જ્યારે 16 લોકોનાં મોત નીપજ્યા છે.

- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 539
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 26737
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 20
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 535
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 18702

આજે રાજ્યમાં 20વ્યક્તિઓનાં Coronaના કારણે મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મોતનો આંકડો 1639પર પહોંચ્યો છે.
અમદાવાદ | 16 |
સુરત | 04 |

કચ્છમાં આજે Corona
કચ્છમાં આજે Corona વાયરસનો એક કેસ નોંધાયો છે. ભુજ આર્મી કેંટોનમેન્ટમાં કામ કરતા યુવકને Corona પોઝીટીવ આવ્યો છે. કચ્છ જીલ્લામાં કુલ કેસ 114 અને એક્ટિવ કેસ 23 નોંધાયા છે. ભચાઉની ગર્ભવતી મહિલા સાજી થતાં તેને રજા આપવામાં આવી છે.

ભરૂચ જીલ્લામાં 6 પોઝીટીવ કેસ
ભરૂચ જિલ્લામાં Coronaના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. 4 જંબુસર, 1 ભરૂચ અને રાજપરડીમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 134 પર પહોંચી ગઈ છે.

ભાવનગરમાં Corona વિસ્ફોટ
ભાવનગરમાં એકસાથે 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સર ટી હોસ્પિટલમાં પુરુષ તબીબને Corona થયો છે. તો એક મહિલા નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 50 વર્ષીય મહિલા-22 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એકસાથે પાંચ કેસ સામે આવતા તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે.
નવસારીમાં બે રત્ન કલાકારોને થયો Corona
સુરતની હીરા ઉદ્યોગમાં કામ કરતા નવસારીના યુવાનને Corona પોઝીટીવ આવ્યો છે. વિજલપોરના રત્નકલાકારોને Corona પોઝિટિવ આવ્યો છે. શાંતાદેવી રોડ પર 28 વર્ષિય યુવકને Corona પોઝિટિવ આવ્યો છે. વિજલપોરના જયશક્તિ નગરનો 34 વર્ષિય યુવાન Corona પોઝીટીવ આવ્યો છે. બન્ને યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. નવસારીમાં કુલ 46 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. જિલ્લામાં 32 રિકવર, 1 મોત, 13 એકટીવ કેસો છે.

પાટણ માટે વધુ ચિંતાના સમાચાર આવ્યા
આજે વધુ 3 કેસ Corona પોઝિટિવ આવ્યા છે. અનલોક બાદ જિલ્લામાં કેસો વધી રહ્યા છે.ધારપુર હોસ્પિટલમાં તબીબનો Corona રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ધોબી શેરીમાં રહેતા પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુરતુજામાં રહેતા 56 વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાટણ શહેરમાં Corona પોઝિટિવનો આંક 65 પર છે. જિલ્લામાં Corona પોઝિટિવના દર્દીનો આંક 142 પર છે.અત્યાર સુધી 13 લોકોનાં મોત થઈ ચુક્યા છે.
જામનગરમાં નવા ત્રણ કેસ પોઝિટિવ
જામનગર જિલ્લા પંચાયતનાં જુનિયર ક્લાર્કને Corona થયો છે. જિલ્લા પંચાયત કચેરી બંધ કરવામાં આવી છે. ડબાસંગ ગામના 55 વર્ષીય પુરૂષને અને મહાપ્રભુજી બેઠક વિસ્તારનાં 40 વર્ષીય પુરુષને પોઝીટીવ આવ્યો છે. તમામને આઇસોલેટ કરવાની તંત્રએ કામગીરી કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં Coronaનાં વધુ ત્રણ કેસ
પાટડી શહેરી વિસ્તારમાં યુવકને અને પાટડીના જૈનાબાદની મહિલાને Corona પોઝીટીવ આવ્યો છે. ચુડા શહેરના આધેડને પોઝિટિવ આવ્યો છે.
READ ALSO
- પાટણ જિલ્લામાં વીજકર્મીઓએ આંદોલન છેડ્યૂ, 21 તારીખે વીજ કર્મચારીઓએ માસ સીએલ પર જશે
- IndvsAus: બીજા દિવસે વરસાદને કારણે 35 ઓવર્સની રમત ધોવાઈ, ઓસ્ટ્રેલિયાના 369 સામે ભારત 62/2
- દુનિયાનો સૌથી ગંદો માણસ! આ શખ્સે 65 વર્ષથી નથી કર્યુ સ્નાન, કહાની સાંભળી થઈ જશે ઉલ્ટી
- ખેડૂત આંદોલનના સમર્થનમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસનો આક્રમક દેખાવ, પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ
- દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓનું આજથી આંદોલન, વીજ પુરવઠો ખોરવાશે તો સરકારની જવાબદારી