GSTV

ગુજરાતમાં Corona વાયરસનો કકડાટ, છેલ્લાં 24 કલાકમાં 1364 પોઝિટિવ કેસ સાથે 12 લોકોનાં મોત

Corona

રાજ્યમાં Corona વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં Corona વાયરસના સૌથી વધારે 1364 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1447 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 12 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3259 પર પહોંચી ગયો છે. તો હાલમાં 98 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 98,156 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 35 લાખ 23 હજાર 653 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 6,05,246 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 6,04,753 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તો 493 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા- 1364
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 117709
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 12
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1447
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 98156
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા -16294

AMAનાં પ્રમુખનું ચોંકાવનારું નિવેદન

રાજ્યમાં Coronaનું સંકટ વધી રહ્યું છે. ત્યારે એએમએ પ્રમુખ ડો.મોના દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓના મતે અમદાવાદમાં ફરી Coronaનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં વાયરલ લોડ વધી રહ્યો છે અને શહેરની ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ ગયા છે. તેમજ વેન્ટિલેટર પણ ફૂલ થઈ ગયા હોવાનું તેઓ જણાવી રહ્યાં છે.

અમદાવાદમાં Corona સંક્રમણ વધ્યુ

અમદાવાદમાં Corona સંક્રમણ વધી રહ્યું છે તેવો મત અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિયેશન સેક્રેટરી ડૉક્ટર વિરેન શાહે વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે અમદાવાદ શહેરની હોસ્પિટલોમાં બેડ અને વેન્ટિલેટર ફૂલ થયા છે. શહેરમાં કોવીડ હોસ્પિટલ વધારવાની જરૂર છે. રાજ્ય સરકારે આ વિશે વિચારવું જોઈએ..

વધતાં Corona કેસ માટે હાઈકોર્ટની ટકોર

રાજકોટમાં Coronaના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે હાઈકોર્ટે ટકોર કરતા રાજકોટ મહાનગરપાલિકાને આદેશ આપ્યા છે. અને રાજકોટમાં સ્થિતિ વધુ વણસે નહીં તેનું ધ્યાન રાખવાની તાકીદ કરી છે. હાઈકોર્ટે કહ્યું કે, અમદાવાદમાં Corona પ્રસારણ પર કંટ્રોલ લેવા માટે જે પગલાં લીધા તેવાં જ પગલાં રાજકોટ અને વડોદરામાં પણ અમલી બનાવવામાં આવે.

સુરેન્દ્રનગર જિલ્લાના અધિક કલેકટરને થયો Corona

સુરેન્દ્રનગર જિલ્લાના અધિક કલેકટર એન.ડી.ઝાલા સહિત તેમનો પરિવાર Coronaમાં સપડાયો. અધિક કલેક્ટર સહિત તેમની પત્ની અને પુત્રીને પણ Coronaનો ચેપ લાગ્યો. Corona રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ત્રણેયને હોમ આઈસોલેટ કરાયા છે.

ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ થયા Coronaમુક્ત

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમનો Corona રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.. જેથી તેઓ સુરત જવા માટે રવાના થયા.. તેઓ પોતાના ઘરે સાત દિવસ સુધી આઈસોલેશનમાં રહેશે.. ગત દિવસે તેમનો ત્રીજો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.  મહત્વનું છે કે તેમને સારવાર માટે જ્યારે તેમને  હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા ત્યારે પહેલા એન્ટીઝન ટેસ્ટ કરવામાં આવ્યો હતો તે નેગેટીવ આવ્યો હતો. પરંતુ એ બાદ આરટી-પીસીઆર ટેસ્ટ કરવતા તે પોઝીટીવ આવતા તેમની Coronaની સારવાર શરૂ કરવામાં આવી હતી. બે દિવસ અગાઉ આરટી- પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો તે પણ પોઝીટીવ   આવ્યો હતો. પાટીલના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રવાસ દરમિયાન રેલીઓ અને સભામાં સરકારની ગાઈડ લાઈનનું સરેઆમ ઉલ્લંઘન થયું હતું.

બારડોલીના જાણીતા એડવોકેટ અને કોંગ્રેસના પ્રમુખ નિકુંજ વકીલનું Coronaથી નિધન

રાજ્યમાં Coronaના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં રાજકીય નેતાઓ પણ Coronaની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે બારડોલીના જાણીતા એડવોકેટ અને બારડોલી કોંગ્રેસના પ્રમુખ નિકુંજ વકીલનું Coronaથી નિધન થયુ. તેઓ છેલ્લા 10 દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સરવાર લઈ રહ્યા હતા. જે દરમ્યાન તેમનું નિધન થયુ.

રાજકોટમાં 24 કલાકમાં વધુ  26 દર્દીઓના મોત

રાજકોટમાં Coronaનો કેર યથાવત છે. ત્યારે 24 કલાકમાં વધુ  26 દર્દીઓના Coronaથી મોત થયા.  શહેરમાં 20, ગ્રામ્યમાં 4 અને અન્ય જિલ્લાના બે દર્દીઓના મોત થયા છે.  રાજકોટમાં સરેરાશ 25 દર્દીઓના મોત થઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે.

રાજકોટ જિલ્લા બેંકના 14 કર્મચારીઓને થયો Corona

રાજકોટ જિલ્લા બેંકના 14 કર્મચારીઓને Coronaનો ચેપ લાગ્યો છે.  જેથી તમામ કર્મચારીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા. ત્યારે બેંકમાં કામ કરતા કર્મચારીઓનો Corona રિપોર્ટ કરાવવામાં આવ્યો છે.  મહત્વપૂર્ણ છે કે, કેબિનેટ પ્રધાન અને જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાનો Corona રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. જેથી તેમણે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને Coronaરિપોર્ચ કરાવવા અપીલ કરી હતી.

READ ALSO

Related posts

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva

OSD વિનોદ રાવ પહોંચ્યા વડોદરા, કોરોનાં વોરિયર્સ તરીકે ફરજ અદા કરનાર સ્મશાનના વોલીએન્ટરસ, કર્મચારીઓને આપ્યા અભિનંદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!