GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રાજ્યમાં Coronaનો રાફડો ફાટ્યો, છેલ્લાં 24 કલાકમાં 681 દર્દીઓ પોઝીટીવ અને 19 લોકોનાં મોત

ગુજરાતમાં Coronaના રેકોર્ડબ્રેક 681 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓના મોત થયા છે. જેમાંથી અમદાવાદમાં 7, સુરતમાં 4, વડોદરામાં બે જ્યારે જૂનાગઢ, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીના મોત થયા છે. તો રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1888 લોકોના મોત થઇ ચૂક્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 563 દર્દીઓ સાજા થયા છે. જે મળીને અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ 24 હજાર 601 લોકો સાજા થયા છે. જ્યારે રાજ્યમાં હાલમાં 7442 કોરોનાના દર્દી સારવાર હેઠળ છે.તો રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 3 લાખ 88 હજાર 065 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Corona નવા કેસની સંખ્યા – 681
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  – 33,999
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 19
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 563
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 24601
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 7510

સુરતમાં Coronaનાં કેસોમાં સતત વધારો

સુરતમાં છેલ્લા 8 દિવસમાં 1 હજાર કેસ વધ્યા છે.  કેસમાં સતત વધારાથી તંત્ર ચિંતામાં મુકાયું છે. હીરા ઉદ્યોગને કારણે કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. 8 દિવસ માટે હીરા ઉદ્યોગ બંધ કરાયા છે.

ગાંધીનગરમાં Corona

ગાંધીનગરના નવા સચિવાલયના ગૃહ વિભાગમાં મુખ્ય અધિક સચિવ તરીકેની ફરજ બજાવતા નિખિલ ભટ્ટ હોમ કોરોન્ટાઇન થયા છે. નિખિલ ભટ્ટના સંબંધીને Corona પોઝિટિવ આવતા, નિખિલ ભટ્ટ સ્વૈચ્છિક રીતે હોમ કોરોન્ટાઇન થયા છે. જો કે હજુ સુધી નિખિલ ભટ્ટને Coronaનો રિપોર્ટ આવ્યો નથી.

વડોદરામાં Coronaનો કહેર

વડોદરામાં આજે 59 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં યાકુતપુરા , ડભોઇ રોડ, કિશનવાડી, પ્રતાપનગર, માંજલપુર, કારેલીબાગ, નાગરવાડા , યમુનામીલ, હરણી રોડ , વાધોડીયા રોડ , સુભાનપુરા, વાડી, રાવપુરા, ખોડીયારનગર, દાંડીયાબજાર, ગોરવા , વારસીયા રોડ , માંડવી, માણેજા, ફતેગંજ, શિયાબાગ, સંગમ ચાર રસ્તા, વાસણા રોડ વિસ્તારમાંથી Coronaનાં દર્દીઓ નોંધાયા છે. તો ગ્રામ્યમાં પાદરા, દશરથ, ડભોઈ અને ફર્ટીલાઈઝર નગરમાં નોંધાયા છે.

ભરૂચમાં 3 દર્દીઓ થયા સાજા

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 3 દર્દીઓ સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. 23 જૂનના રોજ ત્રણેય દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી તેમની કોવિડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવાર બાદ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. અને હોસ્પિટલના સ્ટાફે તાળીઓના અભિવાદન સાથે તેમને રજા આપી હતી.

READ ALSO

Related posts

ગૌ શાળાના લાભાર્થે આ ગામમાં કરાયું જનતા તાવડાનું આયોજન, શુદ્ધ ઘીમાં મળશે મીઠાઈ

Nilesh Jethva

થોડા વરસાદમાં જ અમદાવાદ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાનની ખુલી પોલ

Nilesh Jethva

આરોગ્ય અને પરિવાર કલ્યાણની વેબસાઈટ પર ફાર્માસિસ્ટ ભરતીના નિયમોમાં છબરડો, સર્જાયો આ વિવાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!