GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

રાજ્યમાં CORONA બન્યો બેકાબૂ, છેલ્લાં 24 કલાકમાં 872 પોઝીટીવ દર્દીઓ સાથે 10 લોકોનાં મોત

ગુજરાતમાં Coronaના કેસમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. જેમાં આજે પણ ગુજરાતમાં રેકોર્ડબ્રેક કહી શકાય તેવા 872 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 10 લોકોના મોત થઇ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 3, દાહોદ, કચ્છ અને પાટણ 1-1 મોત થયા છે. તો ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 2034 થઇ ગયો છે. તો હાલમાં 73 લોકોને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો આજે કુલ 502 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે. જેથી ગુજરાતમાં આજદિન સુધીમાં ડિસ્ચાર્જ થયેલા કુલ લોકોનો આંક 28,685 થયો છે. તો હજુ પણ ગુજરાતમાં કુલ 10,308 એક્ટીવ પેશન્ટ છે. તો સમગ્ર ગુજરાતમાં આજદિન સુધી 4 લાખ 57 હજાર 066 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં CORONA નવા કેસની સંખ્યા – 872
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 41027
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 10
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 502
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 28,685
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 10,308

ભાવનગર શહેરમાં 37 અને જિલ્લામાં 12

ભાવનગરમાં શનિવારે Coronaના કુલ 49 કેસ નોંધાયા છે. દર્દીના નામ-સરનામું આપવાનું સરકારી તંત્રએ અચાનક બંધ કર્યું છે.

ગીર-સોમનાથ Coronaનો કેર

Coronaના નવા 10 કેસ નોંધાયા છે. ગીર ગઢડા અને ઉનામાં 8 કેસ નોંધાયા છે.  કોડીનારના કડોદરા ગામે 2 કેસ નોંધાયા છે. સતત વધતા કેસથી તંત્ર સતર્ક છે.

અંકલેશ્વરમાં ભાજપનાં નેતા Coronaની ચપેટમાં

ભરૂચ જિલ્લામાં Coronaના નવા 13 કેસ, નોંધાયા છે. તો અંકલેશ્વરમાં ભાજપના નેતા Coronaની ચપેટમાં આવ્યા છે. જ્યારે  નગર સેવક જનક શાહને પણ Corona પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી Coronaના કુલ કેસ 445 નોંધાયા છે.

જૂનાગઢના મેયરની પત્નીને Corona

જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલના ધર્મપત્નીને Coronaનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેમને રાજકોટ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં વધુ એક Coronaનો દર્દી નોંધાયો છે.

READ ALSO

Related posts

સુરતમાં ત્રણ દિવસથી અવિરત વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

pratik shah

UP : ભાજપે અયોધ્યામાં રામ મંદિરનું કર્યું ભૂમિપૂજન, સૈફઇમાં અખિલેશ યાદવ બનાવડાવશે કૃષ્ણની વિરાટ પ્રતિમા

pratik shah

ભારતમાં કોરોનાનો હાહાકાર : રેકોર્ડબ્રેક 67 હજારથી વધુ નવા પોઝીટીવ સાથે કુલ આંક 24 લાખ નજીક

Karan
Do NOT follow this link or you will be banned from the site!